________________
પપકારી ગંગાસ્વરૂપ રુખીબહેન ૧૧૩ પાણી નંખાવાનાં. કેટલીક પરબ સુંદર કોતરણીવાળી અને શોભીતા રંગથી રંગેલી હોવાની.
અમદાવાદ શહેરમાં છેલ્લે છેલ્લે આવી ઘણું પરબ આવેલી છે અને એમાં દરરોજનું કેટલાયે મણ અનાજ નંખાય છે.
શું આ દૃશ્ય મનોહર નથી ?
આ ઉપરાંત માછલાંને લોટ નાખવા અને વાંદરાને રોટલા ખવરાવવા ઘણા લોકે જાય છે. પાંજરાપોળો વિષે અને એના કાર્યવિષે, વિશેષ લખવાની જરૂર નથી, કારણ એ જગજાહેર છે.
રૂખીબહેન બાળવિધવા હતાં. હાલ એમની ઉંમર ૫૦-૫૫ થઈ છે. દરરોજ દરિયાપુર પ્રેમદરવાજા પાસે સરયૂદાસ મહારાજની કથામાં એ જતાં. એક દિવસ મારી બે બહેનોના બાળકદીકરાઓ એકે દિવસે મરી ગયા. અમારા ઘરમાં ત્રાસ થઈ ગયો. એ બાળકોના પુણ્યમાં શું કરીએ ?
એમના મૃત્યુને ચોથે દિવસે બે મણ દૂધ અમે નિશાળે જતાં છોકરાં છોકરીઓને પાયું, પણ છતાં શાન્તિ ના વળો. તાપ બહુ પડતો હતો. નળમાં પાણું બરાબર આવતાં નહોતાં. વટેમાર્ગુઓને માટે બે ઠંડા પાણીની પરબો બેસાડવા મારી બાએ સૂચના કરી અને અમે બધાંએ મંજૂર કરી.
અમારી પાડોશણ જે કોર કાકી કહે “રહે, હું રૂબીબહેનને બોલાવી લાવું. શહેરમાં કયી જગાએ પરબ બેસાડવાની જરૂર છે તે એ બરાબર જાણતાં હશે. ” અને થોડી વારમાં રૂખીબહેન અમારે ઘેર આવ્યાં.
હવેની છેડી હકીકત રૂખીબહેને પોતેજ કહેલી તે એમનાજ શબ્દોમાં હું કહીશ.
“બાળરાંડ. ઘરમાં કોઈ મળે નહિ. મારી એકલીનું પેટ ભરાય એટલી ગોઠવણ મારૂં પલ્લું બલ્લુ વેચીને મારા ભાઈએ કરી આપેલી. રહેવા ઘર અને ખાવા બાજરી હતી; પણ કાળ જેવો આખો દહાડો જાય શી રીતે ? સવારે દર્શન કરવા જવું, સાંજરે કથાવાર્તામાં વખત જાય અને સગાંવહાલાંમાં કે નાતજાતમાં કઈ માંદુ-સાજું, જમ્મુ–મયું હોય ત્યાં ઘડી જઈએ. જાતે સ્ત્રી એકલવાઈ, ઓશિયાળો અવતાર. આબરૂભેર માબાપની ને સાસરિયાની લાજ રાખીને જુવાની લાત મારી કાઢી.
૧૦ વર્ષથી, લાગેટ સવારમાં સસ્પૃદાસજી મહારાજની કથામાં જતી. મહારાજ જાતે પરમજ્ઞાની, પવિત્ર, સાદા અને નિઃસ્પૃહી. એમની કથામાંથી હજારો લોકો સુધરી ગયા. કંઈ કુભારજા સ્ત્રીઓ ધણની પૂજા કરતી થઈ ગઈ, કંઈ “લોફર” ભાયડા ઠેકાણે આવ્યા. હું શું કરું ? મહારાજ કહે–પરોપકારમાં જીવન ગાળવું. મેં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat