________________
૧૨૯
ભાવદાસજી કેટલાંય મંદિર આથો હશે એ આપણે શું જાણીએ ?
પણુ અધખેલી એક બારી પાસે તે બોલતે હતે “ ટુકડે રોટલે આપે.”
. ને ત્યાં તે બારી આખી ઉઘડી. એક રેટી લઈને એક વૃદ્ધ બાવાજી આગળ આવ્યા. કહ્યું “ભાઈ ! બહુ મેડું થયું છે. વહેલો આવ્યા હતા તે ઝાઝું મળત. અત્યારે તે “રામરોટી'માંથી એકજ વધી છે. લે, સવારે આવજે ! તને આપીશ. તારે સૂવું છે? બાવાજીએ પૂછ્યું.
પણ ભીખારીએ ના પાડી અને પગથી ઉતરવા માંડયાં. બાવાજીએ દીવ ધર્યો ને બોલ્યા “ ભાઈ! જાળવીને ઉતરજે ! પડતે નહિ.”
રામરાટી”ની ઝોળીમાં તે ઉભરાઈ પડે તેટલી રોટી આવે છે; બાવાજી કહે છે “એ તે રામની માયા !”
કોઈ ભૂખ્યું ત્યાંથી પાછું જતું નથી. ત્યાં તે સદાવ્રત બંધાયું છે.
મહાજન બાવાજી પાસે આવીને કહે “ મહારાજ ! આ તમારા “લાગા' ના રૂપિયા. તમને ઠીક પડે તે ઉપયોગ કરો.”
બાવાજીએ તો પૂછયું: “ભાઈ ! આ “લાગે' શેને? અને રૂપિયા શેના?”
મહાજને કહ્યું “ગયે વર્ષે પેલા કલેકટર આવ્યા હતા, તેમણે તમારા મંદિરને લાગે આપવાનું કહ્યું છે. એ વિલાયતમાં રહેનારાનેય તમારા મંદિર ઉપર શ્રદ્ધા છે!”
| બાવાજી કહે “રામકી માયા?
મહાજનમાંથી કઈ કઈ કહેવા લાગ્યુંઃ “પણ એ કલેકટર તે બહુ જમ્બર ! રાતે વેશપલટો કરીને એ નગરચર્ચા જવા નીકળતઃ ને એમજ એણે પેલું ખૂન પકડ્યું હતું.'
તે દિવસથી જ કરશનકાકા, દુકાનમાંથી નીકળતા શુભ ખાતેના પૈસા ત્યાં મેકલવા લાગ્યા, અને ભાવ સ્વામી બાવાજીમાં શ્રદ્ધા રાખવા લાગ્યા.
(“બાલજીવન”માં લખનાર –છોટાલાલ અં. જોષી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com