________________
વીરહ્યદયા સેાફિયા
નૃશંસ નહિં કહે.’
સર્વને પ્રાણદંડની શિક્ષા કરમાવવામાં આવી. સેાફિયાને પણુ એજ સજા ફરમાવાઈ. સેાફિયાની સખી જેન્સી હાફમેનની સજા તે ગર્ભવતી હોવાના કારણે માફ કરવામાં આવશે. સધળા અપરાધીએને અન્ય યત્રકારીઓનાં નામ બતાવવા માટે શ્રેણાં દુ:ખ આપવામાં આવ્યાં; પરંતુ કાંઈ પત્તો ન મળ્યા.
૬૫
(૩)
સાક્રિયાની ગિરફતારીની ખબર સાંભળી તેની હૃદયભગ્ન માતા તત્ક્ષણ ક્રીમિયાથી સેન્ટ પીટર્સીંગ દેોડી આવી. માતાની અનેક આજીજી અને વનવણી છતાં, સરકારે સેાક્રિયાની મુલાકાત લેવા દીધી નહિં. માતાએ પેાતાની પુત્રીની ફ્રાંસીના દિવસે-એપ્રિલની ૧૫ મી તારીખે-અતિમ સમયે મુલાકાત લીધી. તે મુલાકાત કેવી હતી ? પાઠક ! તું વાંચીશ ?
પુત્રીના દનની આતુર માતા એક સડકપર તેના આગમનની રાહ જોતી ઉભી હતી. તેનુ ચિત્ત વિહ્વળ બન્યું હતું, આંખમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. લાગણીની સેના એક પછી એક આવી તેના કામળ હૃદયપર પ્રહાર કરી રહી હતી. તેના મનમાં અનેક પ્રકારના તરંગે! ઉછળી રહ્યા હતા કે “વહાલી સેાફિયાને એક વાર છાતી સરસી ચાંપી ખૂબ રેાઈશ.” “ના, ના, મારી સોંપત્તિને મારી પાસેથી કાણુ છીનવી શકે તેમ છે ? હું યાત છું ત્યાંસુધી તેને ફ્રાંસીએ લટકવા નહિ દઉં.''
એકાએક તેના કાનપર ગાડીને અવાજ પડયેા. તેણે ચમકીને જોયું તેા એક ગાડી પૂરજોશમાં આવી રહી હતી. તેની છાતી ધડકી રહી હતી. તેની પાસે થઇને ગાડી પસાર થતાં તેણે શું જોયુ ? ગાડીની બારીમાંથી તેની પ્રિય પુત્રી એ હાથે પ્રણામ કરી પ્રેમપૂર્ણ હૃદયે પ્રણામ, માતા !” વિદાય' કહી રહી હતી. એક સેકડમાંજ તે દયાહીન રાક્ષસી ગાડી સાક્રિયાને ત્યાંથી લઈ વધસ્થાને પહેાં ચાડવા આગળ વધી. માતા-પુત્રીની એજ અંતિમ ભેટ હતી.
સેક્રિયાના આશ્ચર્યજનક નૈતિક સાહસે અંત સુધી તેના સાથ મૂક્યા નહિ. ફ્રાંસી ઉપર ચઢતી વખતે તેના ચહેરા ઉપર તેજસ્વિતા એપી રહી હતી. મુખ ઉપરના ભાવ સ્થિર અને શાંત હતા. મેાહની એક ક્ષીણુ છાયા પણ દૃષ્ટિાચર થતી ન હતી. સાક્રિયાનું જીવનકુસુમ કેવળ ૨૭ વર્ષની અવસ્થામાંજ રાજહત્યાના કારણે કરમાઈ ગયુ; પરતુ સેાક્રિયાને વિશ્વાસ હતેા કે, તેણે કવ્યુ અને દેશભક્તિની વેદી ઉપર પેાતાના પ્રાણની આકૃતિ આપી હતી. ફ્રાંસીએ લટકતા પહેલાં તેણે પેાતાની માતાને એક પત્ર લખ્યા હતા તે અક્ષરશઃ નીચે પ્રમાણે હતેાઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com