________________
૧૦૬
શુભસંગ્રહ-ભાગ ૭ મે આ વખતે આખી સભા ચકિત થઈ હતી, અને શાસ્ત્રીજીને અનુપમ માનસત્કાર મળ્યાં હતાં. તે પછી શાસ્ત્રીજીની કીર્તિ દેશદેશ બહુ ફેલાવા માંડી.
મોરબીના ઠાકોર સાહેબ રવાજીરાજ સુધી આ ખ્યાતિ આવી, અને એક મોરબીનું રન અન્ય દેશમાં પ્રકાશે છે એમ જાણી શાસ્ત્રીજીને મોરબી આવવા બહુજ આગ્રહ કર્યો. ૨૧ વર્ષની વયે તેઓ મોરબીમાં આવ્યા, અને મહારાજા રવાજીરાજે જાડેજાની વંશાવળીનું પુસ્તક રચવા શાસ્ત્રીજીને આજ્ઞા કરી. મહારાજા રવાજીરાજ ગુજરી ગયા પછી મેંઘીબા સાહેબે શાસ્ત્રીજીને બહુજ સત્કાર કર્યો અને રવાજીરાજ પાઠશાળા સ્થાપી તેમને શાસ્ત્રી તરીકે નીમ્યા. તે પાઠશાળા અદ્યાપિપર્યંત ચાલુ છે. શાસ્ત્રીજીએ ૨૪ વર્ષની વયે જાડેજાની વંશાવળીનું પુસ્તક પૂરું કર્યું, તે અપૂર્વ ઐતિહાસિક ગ્રંથ છે. આ પુસ્તક હજુ સુધી અપ્રસિદ્ધ છે.
ત્યાર પછી શાસ્ત્રીજીને મુંબાઈમાં આવવાને બહુજ આગ્રહ થવા લાગ્યો, અને રાવબહાદૂર વિશ્વનાથ નારાયણ મંડળીકના મકાનમાં તેમણે અષ્ટાવધાનના અનુપમ પ્રયોગ કર્યા અને ત્યાં તેમને “અષ્ટાવધાની શીઘ્રકવિ”ની પદવી મળી, આ વખતે તેમની કીર્તિ આખા હિંદમાં ફેલાવા લાગી. કાશી સુધીના પંડિત મેરબીનું નામ સાંભળે ત્યારે એટલું જ કહેતા કે, શાસ્ત્રીજી શંકરલાલ જ્યાં રહે છે તેજ રબી કે ? જ્યારે કચ્છના મહારાવ શ્રીખેંગારજી પ્રથમ મુંબઇમાં આવ્યા ત્યારે મુંબઈમાં વસતી કચ્છી પ્રજાએ સંસ્કૃતમાં એક અપૂર્વ અને મેટાં ચૌદ પાનામાં લખાયેલું માનપત્ર તેમને આપ્યું હતું. આ માનપત્ર શાસ્ત્રીજીએ લખી આપ્યું હતું, અને હજુ સુધી મુંબાઈમાં એમજ કહેવાય છે કે, આવું અલૌકિક અને રસિક માનપત્ર કોઈ વખત લખાયું નથી, અને લખાશે નહિ. શાસ્ત્રીજીએ લેખનકાર્ય શરૂ કર્યું અને એ પ્રવાહ એટલો બધે જેસબંધ અને વિશાળ હતો કે તેની યાદી વાંચી સૌ કોઈ દિગમૂઢ થઈ જશે. છૂટા છૂટાં પ્રસંગોપાત કાવ્યો તે તેઓ બાર મહિનામાં બાવીસ કરતા. પ્રિન્સ આબર્ટ ભાવનગરમાં આવ્યા ત્યારે તેમનું સમયને અનુસરતું કાવ્ય રસિક અને અભુત હતું. તેમનાં સરસ અને રમુજી કાવ્યોની અત્રુટિ હતી. તેમના ગ્રંથોની યાદી નીચે મુજબ છે -
સાવિત્રીચરિત્ર, ચંદ્રપ્રભાચરિત્ર, ધ્રુવાખ્યુદય, નેપાળચિંતામણિવિજય, વિદ્વત કૃત્ય વિવેક, વિપન મિત્ર પત્ર, સેવ્યસેવકધર્મ, અનસૂયાભ્યદય, પ્રયાગમણિમાળા ટીકા, લઘુસિદ્ધાંતકૌમુદી, શ્રીકૃષ્ણચંદ્રોદય નાટક, ભગવતી ભાગવત, પાંચાળી ચરિત્ર, પ્રસન્નલોપામુદ્રા, અરુંધતીવિજય, કેશવકૃપાલેશ લહરિ, વામનવિજય
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat