________________
શુભસંગ્રહ-ભાગ ૭ મ
સ્નેહમયી માતા !
આ
તારા કનુ સ્મરણુ મને હરડીએ સતાવી રહ્યું છે. મા ! મારી વિન ંતિ છે કે, તું મારા કષ્ટથી અધીર ન થઇશ, તારાં અન્ય સત્તાનાને સુરક્ષિત રાખવાને તું સાવધાન રહેજે, મને મારા દુર્ભાગ્ય સારૂ જરાયે શાક થતા નથી; કારણ કે હું તે પહેલેથીજ જાણતી હતી. હું જાણતી હતી કે, હું ધીર અને શાંત હૃદયે તેનું આવાહન કરી રહી હતી. મને કેવળ એક દુ:ખ છે, અને તે મારા માટેનું તારૂં દુઃખ ! હાય ! હું સમજી શક્રુતી નથી કે, આ જીવનની કી વસ્તુ આપી, આ કષ્ટથી હું મુક્તિ મેળવુ ?
તારે આશરે એક મેટા પરિવાર છે; અને તેને માતા ! તારા નૈતિક બળની જરૂર છે. તારા આધારરૂપ એ નૈતિક બળની સમીપ હું જઈ શકી નથી. એજ એક મારા હૃદયમાં સાલી રહ્યું છે; પરંતુ મારી દુ`ળતાને સમયે તારી છાયામૂર્તિ મને આશ્રય આપતી હતી. હવે મારી તારા પ્રતિ જે દૃઢ શ્રદ્ધા છે તે પ્રકાશિત કરવાની જરૂર છે; કારણ કે મારા બાલ્યકાળથીજ તારા મારા ઉપર અધિક પ્રેમ રહ્યો છે. માતા ! હું એજ ઇચ્છું છું કે, તું ધીરજ ધર અને મારે સારૂ તારે જે કષ્ટ સહેવુ પડે તેને માટે મને ક્ષમા આપ. હું તારા કામળ હસ્તનુ ધ્યાન ધરી, તેને પ્રેમપૂર્વક ચૂમું છું.
સર્વને મારા પ્રેમભર્યો અંતિમ પ્રણામ છે. વિદાય થતાં પહેલાં એક વાર પુનઃ લખું' છું, કે મારે માટે શાક ન કરીશ. મારી દશા કરુણાજનક નથી. તારે તે માટે જરા પણ દિલગીર ન થવું.
તારી સારીયા”–ન. ચે. (જુલાઈ-૧૯૩૦ના “ચિત્રમય જગત”માંથી)
સૂચિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com