________________
શુભસંગ્રહ–ભાગ ૭ માં કરતા હતા ! એ મહાત્મા આવા નિર્લોભ અને દિગંબર સ્થિતિમાં રહેતા હતા તે પણ આપણે માટે “વૈશેષિક શાસ્ત્ર” જેવો ઉત્તમ ગ્રંથ રચી ગયા.
જે વનમાં એ રહેતા હતા, તે વનની નજીકના મહારાજાને જ્યારે એ સમાચાર મળ્યા કે “ આપણા રાજ્યમાં આવી સ્થિતિમાં એ મહાત્મા દિવસો ગાળે છે” ત્યારે તે મહારાજે પોતાના ધર્માનુસાર પિતાના કારભારીને થોડું દ્રવ્ય આપી મહાત્માજીની સેવામાં મોકલ્યા. તેઓ તે દ્રવ્ય લઈ મહાત્માજીની પાસે ગયા ત્યારે કણાદે પૂછયું કે તમે કોણ છો? કયાંથી આવે છે?
કારભારી “ અમે અહીંના રાજાના નોકર છીએ, અને તેમણે મેકલાવેલ દ્રવ્ય આપની પાસે લાવ્યા છીએ.”
મહાત્મા–“ એ દ્રવ્ય શું કરવા લાવ્યા છે ?” કારભારી–“મહારાજે આપની ખર્ચાને માટે કહ્યું છે.” મહાત્માજી “ જાઓ, એ કોઈ કંગાળને આપી દો.”
એ સાંભળી કારભારી વિચારમાં પડી ગયા, કે એની પાસે લંગાટી પણ નથી, છતાં કહે છે કે “ કંગાળને આપી દો !” તો શું આ સંસારમાં એનાથી વધુ કંગાળ પણ કોઈ હશે ? એવા સંકલ્પ કરતો, પોતાના સ્થાન તરફ તે પાછો ફર્યો. મહાત્માજીએ કહેલી વાત રાજા આગળ કહી. મહારાજ પણ વિચારવા લાગ્યા કે, એ તે વળી કેવાક મહાત્મા હશે? તેમણે દ્રવ્ય કેમ ન લીધું ?
નરપતિએ રાજસભામાં એ વાત કાઢી. સભામાં નિશ્ચય થયો કે, મહાત્માજીની યોગ્યતાનુસાર એ સત્કાર ન હતો, તેથી પાછું મોકલાવ્યું હશે. આથી બમણું દ્રવ્ય પુનઃ મોકલાવ્યું, પરંતુ મહાત્માજીએ તે પણ ઉપરોક્ત ઉત્તર આપી પાછું મેકવ્યું. વળી એ સવાલ પાછા સભામાં ચર્ચાયે, તો એવો નિર્ણય થયો કે, રાજાએ પંડે આથી ગણું દ્રવ્ય લઈને તથા બીજે ઉપયોગી સામાન લઈને જવું.
ત્યાં જઈ મહાત્માજી સમક્ષ સર્વ સામાન ધર્યો અને બે કર જોડી બોલ્યા–“મહાત્મન ! આ મારી નજીવી ભેટ સ્વીકારશો ?”
મહાત્માજી--તમે એ શું કરવા લાવ્યા છે ? મહારાજ--આપની ખર્ચા–ઉપયોગને માટે.
મહાત્માજી–અમારે માટે પરમાત્માએ સઘળાં સાધન આ અરણ્યમાં તૈયાર રાખેલાં છે; એટલે દ્રવ્યની કે અન્ય સામાનની આવશ્યકતા નથી. આપ આ સઘળી ચીજો લૂલાં, લંગડાં, આંધળાં. બહેરાં, મૂગાં તથા કંગાળને આપી દેજે. મહારાજા--(હાથ જોડી, નમ્રતાપૂર્વક) મહાત્મન ! અપરાધ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat