________________
વીરહૃદયા સાિ
૬૧
સને ૧૮૬૬ માં ક્રાન્તિકારી કારાકાયુફે સેન્ટ પિટસબર્ગોમાં અલેકઝાંડરનું ખૂન કર્યું. તેનું પરિણામ એ આવ્યુ કે, સેક્રિયાના પિતાને રજા મળી. નેાકરી જવાના કારણથી પેરાસ્કિનું પ્રભુત્વ અને સંપત્તિ કૃષ્ણપક્ષના ચંદ્રની માફક દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગ્યાં. પૈરાસ્કિ કુટુંબની નૌકા ડાલવા લાગી. અંતમાં ખધી સપત્તિમાં માત્ર એક નાની જમીનદારી અવશેષ રહી. સેક્રિયાની માતા પેાતાનાં બાળકાની શિક્ષા અને લાલનપાલનનેા સપૂર્ણ ભાર પેાતાને શિર લઈ ત્યાં રહેવા લાગી.
જે ગામમાં એ રહેતાં હતાં ત્યાં એક મેટુ' પુસ્તકાલય હતું. ત્યાં સાયિાને સારાં પુસ્તકેાને અભ્યાસ કરવાના લાભ મળ્યા. તેનેા ભાઈ શાસનસુધારણા સંબંધી નવીન વિચારોથી પરિપૂર્ણ પુસ્તકેા તેને લાવી આપતા. સને ૧૮૬૯ માં પૈરાસ્કિને પેાતાનું ઋણ ચૂકવવાને સારૂ પેાતાની જમીનદારીના કેટલેક ભાગ વેચી નાખવા પડયેા. આ અધિક કષ્ટથી સેાફિયાની માતા જરાએ અધીર ન બની. તેણે સાક્રિયા અને તેની બહેન મેરીને ઉચ્ચ શિક્ષણ આપવાના ઉદ્દેશથી કેટલીયે બહુમૂલ્ય ચીજો વેર્ચી નાખી; અને તેમ કરવામાં જરાયે અચકાઇ નહિ. તે મેરી અને સેક્રિયાને લઈ સેન્ટ પિટર્સબર્ગ ચાલી ગઈ.
સેલ્ફિયાનાં માતપતા એકખીજાથી વિરુદ્ધ પ્રકૃતિનાં હતાં. આથી તેમને સારી રીતે બનતું નહિ. સેાફિયાને પિતા કાઇ પણ કારણવિના વાતવાતમાં તેની માતાને તિરસ્કાર અને અનાદર કરતા, કાઇ કાઇ વાર સરલહૃદયા સાક્રિયાને પણ પિતાના એવા અન્યાય સહન કરવા પડતા. તે બિચારી પેાતાનું દુઃખ તે સહન કરતી; પણ સ્નેહમયી માતાનું દુઃખ તેનાથી જોયું જતું નહિ. નિર્દય પિતાથી જુદું રહેવાનું છે એમ જાણતાંજ સ્વતંત્રતાની ઉપાસિકા સેક્સક્રિયા અત્યંત પ્રસન્ન થઇ. બંને બહેનાએ ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરવાનું શરૂ કયું; અને ઘેાડાજ સમયમાં તેમના વિચાર પરિપુષ્ટ થયા. તે દિવસેામાં અનેક વિદ્યાર્થીએ સાથે તેની ગાઢ મૈત્રી ખંધાઇ. આ વિદ્યાથી એમાંના બાએ રશિયાની રાજક્રાન્તિમાં વિશેષ ભાગ લીધા હતા.
જ્યારે સાક્રિયાના પિતાને આ હકીકતની ખબર પડી ત્યારે તેણે સાક્રિયાને તે સહાધ્યાયીઓ સાથે સંબધ નહિં રાખવાની સખ્ત આજ્ઞા આપી. પિતાની આ આજ્ઞાથી સેાફિયાના હૃદયને બહુ આધાત લાગ્યા. તેને પેાતાનું જીવન કેટકપૂર્ણ લાગ્યું. જ્યારે કાઇ પણ ઉપાય હાય ન લાગ્યા, ત્યારે માતાની સંમતિથી તે ઘરમાંથી ચાલી ગઇ. તેના પિતા આ જાણીને ગુસ્સે થયા; અને તેણે હવે પછી તેને તેનું મુખ નહિં બતાવવાની આજ્ઞા કરી. સાક્રિયા જુદી રહેવા લાગી. તે પેાતાના પિતાની ગેરહાજરીમાં અન્ય સબંધીઓને મળતી. આ રીતે પેાતાનાં બધનાને તેાડી તે મુક્ત થઇ.
હું
શુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com