________________
wouuwwwuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuwwuuuuuuuuuuuuu
શુભસંગ્રહ-ભાગ ૭ મે હવે તેણે પોતાને બધે સમય આંદોલનમાં ભાગ લેવામાં પસાર કરવા માંડયો. ૧૮૭૩ ની સાલમાં સંખ્યાબંધ ક્રાન્તિકારીએને પકડવા માંડયા. સઘળાં કેદખાનાંઓ રાજનૈતિક કેદીઓથી ઉભરાઈ જવા લાગ્યાં. સોફિયા પણ સરકારની આંખમાં ખુંચવા લાગી; અને તેને ૧૮૭૫ ની સાલમાં ગિરફતાર કરવામાં આવી. કઠોર હદયના પિતાને આ હકીકતની ખબર પડતાં અત્યંત હર્ષ થયે; પરંતુ તેની માતા એ કેમ સહન કરી શકે? તેણે પિતાના જીવના જોખમે પણ તેને મુકત કરાવવાનો પ્રયત્ન કર્યો. આખરે સોફિયા મુકત થઈ અને માતાની સુવ્યવસ્થાથી ક્રીમિયામાં બચેલી એક નાની જમીનદારીમાં જઇ તે રહેવા લાગી.
રશિયાની દીન-હીન પ્રજાનાં કષ્ટ દૂર કરવા માટે સોફિયાએ ડોકટરીને અભ્યાસ શરૂ કર્યો. તે નર્સની સ્કૂલમાં દાખલ થઈ, અને એક વર્ષમાં તે પરીક્ષા પસાર કરી. સને ૧૮૭૭ ના શિશિરમાં તેને પુનઃ પકડવામાં આવી. સામ્યવાદનો પ્રચાર કરવાના આરોપથી તેને કેદ કરવામાં આવી હતી. કેટ દ્વારા તેને મુકત કરવામાં આવી; પરંતુ પિતાની મુકિતથી તે સંતુષ્ટ ન થઈ. તેના હૃદયમાં પિતાના અન્ય સાથીઓને મુકત કરાવવાની લાલસા વિદ્યમાન હતી. તેણે તેમને કારાગૃહમાંથી નસાડી મૂકવાની ઘણી કોશીશ કરી; પરંતુ તેના તે પ્રયત્નમાં તેને સફળતા પ્રાપ્ત ન થઈ. આથી તેને ઘણું દુઃખ થયું. તે પિતાનાં સહયોગીઓની કારાગારની દુર્દશા અને વેદનાનું સ્મરણ કરી કેટલાય દિવસ અને રાત્રિ રડી.
ક્રાંતિકારીઓનાં આંદોલન વધતાં જોઈ સરકાર વધુ સખાઈ કરવા લાગી. સામ્યવાદીઓને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી; અને બીજા અનેક પ્રકારનાં અસહ્ય દુ:ખ દેવાતાં. સરકારની આ દમનનીતિએ ક્રાન્તિકારીઓની આગમાં ઘી હોમ્યું. નેરેડાયા વોલિયા નામનું મંડળ સ્થાપ્યું. સેફિયા પણ એ મંડળમાં પાછળથી જોડાઈ.
આ વખતે સોફિયાના કેટલાક મિત્રએ તેને બીજા દેશમાં જઈ તે આંદોલન જારી રાખવાનું કહ્યું, પરંતુ વીરાંગના સોફિયાએ ઉત્તર આપ્યો કે “બહાર જઇને મારો સમય નષ્ટ કરવા ઈછતી નથી. હું રશિયામાં રહીને જ મનુષ્યોના અધિકાર માટે સરકાર સાથે લડીશ, અને તેને માટે જે મને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવશે તે તે પણ હું રશિયામાં જ અત્યંત પ્રસન્નતાપૂર્વક સ્વીકારી ફાંસીએ ચઢીશ.” સોફિયાના આ ઉત્તરની સત્યતાની સાક્ષી તેના અંતિમ જીવને આપી.
સેક્રિયાને પૂર્ણ સ્વરૂપે કર્મક્ષેત્રમાં ઝંપલાવ્યું થોડાજ દિવસ થયા હતા, પરંતુ તેટલા ટુંક સમયમાં તેણે પોતાની વીરતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com