________________
ભક્રિયાણ નીલાદેવીની પતિભક્તિ પ૭ મનને કાંઈ પણ અસર કરી શક્યા નહિ. જાણે કાંઈ પણ શરીરને કષ્ટ થતું નથી એમ ધારતો થકે અને દઢતાથી હરિસ્મરણ કરતો થકે તે કેસરીસિંહ પેઠે અડગ, અચળ રહ્યો. તેના શરીર પર પડતા લાઠીએાના ધા, પથરના મારા, થુંકવું, હથિયારના ઘા, ભાલાઓનું ઘેચાવું વગેરેથી શરીરમાં સ્થળે સ્થળે ઉડતા લોહીના ફૂવારાઓની કાંઈ પણ અસર તે વજ જેવા વીર હદયમાં થતી નહોતી. આ ઉપરાંત આખો દિવસ તેના પર પડતા સૂર્યનો સખત તડકે વગેરે સર્વથી બેદરકાર રહીને એ વીર ઈશ્વરસ્મરણમાં ધૂન લગાવી રહ્યો. આખા દિવસમાં તેને પાણી સુદ્ધાં કોઈએ આપ્યું નહિ. સંધ્યા થતાં તે લગભગ મરવાની અણી પર આવ્યો એટલા તેના હાલ થયા હતા; છતાં કાંઈ પણ બન્યું ન હોય એમ બેદરકાર રહીને તે હરિનું ધ્યાન ધરત, મૃત્યુની વાટ જોતો પડ્યો હતો. રાત્રિ થતાં મુસલમાનોએ તેનો પીછો છોડયો. તેના પિંજરા પાસે કેઇ રહ્યું નહિ–હવે શાંતિથી મત આવશે એમ સમજી તેને ભેટવા તે હરિસ્મરણ કરતો પડ્યો હતો.
રાત્રિનું સ્વચ્છ આકાશ તારાઓથી શોભતું હતું. ચંદ્ર પ્રકા, આછો શ્વેત પ્રકાશ ફેલાઈ રહ્યો. મૃત્યુની રાહ જોતા સૂરજદેવને કાને નુપુરનો અવાજ આવ્યો-તેનાં ઝાંખાં થતાં નેત્રેવડે તે તરફ જોયું “એક કંચની–શું તે નીલા તો ન હોય ? અરે આ શું ? મારી નીલા કંચની-નાચનારીના વેશમાં–અંતે જોવાનું રહ્યું ! શું તે ક્ષાત્રધર્મ ભૂલી ? નહિ, નહિ ! મારી આંખ મને દગો દે છે. તે નીલા ન હોય, કોઈ બીજીજ છે.” ત્યાં તો કર્ણ પર નીલાને મંજુલ સ્વર અથડાય –
“સ્વામિન! તમારી નીલા તમારી સન્મુખ ઉભી છે. તે જીવનમાં અને મૃત્યુમાં તમારી જ છે. આ ભટ્ટયાણું પિતાનો ધર્મ ભૂલતી નથી ! તે તમારી સાથી, જયાં તમે ત્યાં છે, તમારા વગર તે કેમ જીવી શકે? સ્વામિન ! જુઓ, મારો હાથ છે. ધીમે બોલે, ચોકીદાર સાંભળી જશે. આજ રાત્રે જો તમે સ્વર્ગે સીધાવશે તે એકલા નહિ સિધા. દગાખોર શરીફ પણ જીવતે નહિ રહે. આ નીલાએ નાચનારીને વેષ લીધે છે તે અમ નથી સ્વામિ !”
સૂરજદેવે પિતાના ફિકકા ધ્રુજતા હોઠ નીલાદેવીના કોમળ હસ્તપર અડકાયા અને તેના ચહેરા પર સ્મિતની-શાંતિની પ્રભા પ્રસરી રહી. આ જોઈ નીલાદેવી બોલી
“સ્વામિન, સ્વામિન ! પણ આવું છું હે ! જરા ધીરજ ધરે. તમારી પેઠે તમારી નીલા આવે છે.”
તે તરત પાછી ફરી અને ચાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com