________________
શુભસંગ્રહ-ભાગ ૭ માં
“કેણ છે ?” છાવણીના ચેકીદારોએ રૂવાબભેર પૂછ્યું. નાચનારી.” શું માગે છે?”
ખાનસાહેબ સન્મુખ મુજરો કરવાનું, આજની ફતેહને આનંદ ફેલાવવાનું.”
શરીફખાનને તરત ખબર કરવામાં આવી. આજ ભરપૂર આનંદ જામેલો હતો, તેમાં માત્ર નાચગાનની ખામી હતી તે પૂરી પડતી જોઈ ખાને તરતજ કંચનીને દાખલ કરવા હુકમ છે .
આનંદના દરબાર-મહેફીલમાં ખૂબ દારૂ ઉડતા હતા. મુસલમાન સરદારો મધુમસ્ત બની ડાલતા હતા. ખાનને પણ શરાબનો ખૂબ નશો ચઢયે હતો. ત્યાં રાણું નીલાદેવી-અતિ સ્વરૂપવાન યુવતી આવી ઉભી. “યા અલ્લાહ !” કરતા મુસલમાન સરદારે દાઢી પંપાળતા ફાટી આંખે જોઈ રહ્યા. દારૂની યાલીઓ હાથમાં જ રહી ગઈ. શરીફખાન તો આસક્ત નેત્રે ધરાઈ ધરાઈને આ સૌદર્ય. લતિકાને જોઈ રહ્યો, જાણે તેની રક્ત આંખેને તૃપ્તિજ થતી ન હાયને ! તેણે ગાયન અને નૃત્યનો હુકમ છે. રાજપૂત રાણીપતિ ભક્ત નીલાદેવીએ મંજુલ સ્વરે ગાયન શરૂ કર્યું.
નૃત્ય અને ગાયન ચાલવા લાગ્યાં-મદ્યની પ્યાલીઓ પર પ્યાલીઓ ઉડવા લાગી. મદમસ્ત સરદાર લદ્દ થતા ગયા-ખાન તે વાસણું અને રૂપવતી વામાથી મેહાંધ થતો ભાન ભૂલ્યો-દરબાર બરખાસ્ત થઈ– લતા ડોલતા સરદારો બહાર નીકળ્યા. મોહાંધ થયેલા ખાને નીલાદેવીને પાસે બોલાવી મઘનો પ્યાલો આપવા કહ્યું. નીલાદેવી હાવભાવથી ખાનની સાન ભૂલાવતી પાસે આવીને તેની ગાદી પર બેઠી અને ખાનને મઘની પ્યાલી પાઈ. ખાને નીલાદેવીને પાસે ખેંચી ચુંબન કરવા પ્રયત્ન કર્યો, પણ વિદ્યુતવેગે નીકળેલી નીલાદેવીની કટારીનું ખાનને ચુંબન થયું–તે હાશમાં આવે તે પૂર્વે તો ખાનની છાતીમાં છેક હાથા સુધી ખંજર ભોંકાયું. નીલાદેવીની આંખમાંથી અગ્નિ કરવા લાગ્યો. “દુષ્ટ નરાધમ ! જે, આ નીલાદેવી સ્વામીનું વેર લે છે–તારા રકતથી આ રાજપૂતાણીનું ખંજર ભીંજાય છે. તારા મસ્તકથી પતિના આત્માને શાંતિ થશે! લે ચાંડાળ! ભટ્ટીઓને છળવાનું ફળ !'
ઉઠીને ખાનની છાતીમાંથી ખંજર ખેંચ્યું. ખાન ચીસ પણ પાડી શકે નહિ. તેને આત્મા તેનું તન-પિંજર ત્યજી ઉડી ગયા, નીલાદેવીએ તેનું ડેકું કાપી લીધું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com