________________
૫૪
શુભસંગ્રહ-ભાગ ૭ મેં
પોતાના પ્રાણથી પણ ધર્મને અધિક માનવાવાળા હતા, તેથી જ તેમનાં યશોગાન આપણે ગાયા કરીએ છીએ. ધન્ય છે આ ભારત મૈયાને કે જેની ગેદમાં આવાં આવાં નરરત્નો રમતાં હતાં ! પરંતુ પ્રકૃતિના નિયમાનુસાર કોઈ પણ દેશ એકની એક દશામાં રહેતા નથી, જેથી આજે ભારતની સ્થિતિ બદલાઈ ગઈ છે. અસ્તુ. પરંતુ એ દિવસ પણ જરૂર આવશે કે જેથી પૂર્વવત દેશની આબાદી થશે. (“વિશ્વ જ્યોતિ”ના એક અંકમાં અંબેલાલ એમ. સી. ને અનુવાદ
થડા સંશોધન સાથે સાભાર ઉત)
९-भट्टियाणी नीलादेवीनी पतिभक्ति
“મારા કેસરભીના કંથ હ! સિધાવેજી રણવાટ ! આભ ધ્રુજે, ધરણું ધમધમે રાજ ! ઘેરા ઘરે શંખનાદ! દુંદુભી બોલે મહારાજના હો ! સામન્તના વીરનાદ ! |
મારા કેસરભીના કંથ હો !
જયકલગીએ વળજો, પ્રીતમ ! ભીંજશું ફાગે ચીર ! નહિ તે વીરને આશ્રમ મળશું, હો સુરગંગાને તીર ! મારા કેસરભીના કંથ હે ! સિધાવોજી રણવાટ !”
નરપુરના ભાટી ઠાકોર સૂરજદેવની ખ્યાતિ આખા પંજાબમાં પ્રસરી રહી હતી. આખા પંજાબમાં તેના જે વીર રાજપૂત નહતો. તે મિત્રોને ખરો મદદગાર અને શત્રુને ભયંકર નાશ કરનાર નરપુંગવ હતું. તેની સતી સ્ત્રીનું નામ નીલાદેવી હતું.
સિંધુ નદીની માફક પૂરવેગથી પહાડોમાંથી મુસલમાની મહાન દળનું પૂર ધસી આવ્યું, સર્વ પંજાબમાં ઉભરાઈ ગયું. તેની સામે નદીના પૂરમાં તણાઈ જતાં ગામોની પેઠે નગરની દિવાલો તૂટતી તૂટતી નાશ પામતી ગઈ. શહેરનાં શહેરે એક પછી એક ટપોટપ પડવા લાગ્યાં. આ મહાપ્રલયરૂપી પૂરને કેાઈ અટકાવી શક્યું નહિ. પણ મહાવીર રાજપૂતકેસરી સૂરજદેવને કઈ મેટું શહેર કે મેટી દિવાલો નહતી, તેનું ઘર તે તેની છાવણી, અને ઘરનું છાપરું આસ્માન કે જે સર્વ પૃથ્વીના છાપરારૂપ છે તે હતાં. તેનું સિંહાસન ઘેડાનું ન હતું. તેનું બખ્તર તેને ઝબ્બો હતો. તેના દરબારમાં તેના હજાર વીર સૈનિકે હતા. તે મોટા રાજ્યને સ્વામી નહોતો, છતાં ખરે રાજવીર હતો. તેને રાજદંડ તેની તીણ તલવાર હતી. અને ધણી ઘણી રાત્રિએએ “સૂરજદેવ”ની વીરહાક મુસલમાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat