________________
પ
દેહમમહત્યાગ
ક્ષા
: ૫છે. કે
હે આત્મન ! તું જે શરીરનું પોષણ પાપોના વિચાર વિના ગમે તે પ્રયત્ન કરવા મથે છે, તે સારું શું ભલું કરવાનું છે? તેને તું જરા વિચાર કર ! પ્રત્યેક કાર્ય કરતાં ભવિષ્યને તારે વિચાર કરવો ઘટે, નહિ તો આ શરીરરૂપ મહાઠગ ભલ–ભલાની આંખમાં ધૂળ નાંખી વિશ્વાસપૂર્વક ઠગાઈ કરી જાય છે.
વંસતતિલકા છંદ कारागृहाद् बहुविधाऽशुचितादिदुःखा
निर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विमिद्य ॥ क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म
वातेन तद् दृढयितु यतसे किमात्मन् ! ॥२॥ હે આત્મન ! મૂર્ખશેખર પ્રાણી પણ કેદખાનામાંથી સળિયા તેડીને, ભીંત ફેડીને બહાર નિકળવા મળે છે, તે તું તેના કરતાં પણ અધિક મૂઢ છે કે અતિશય અશચિ પદાર્થોથી ભરેલ અતિ વિષમતર શરીરરૂપ ભયંકર કેદખાનામાં તને તારા કર્મોએ નાંખ્યો છે ! તે તે કેદખાનાને મમત્વપૂર્વક સારું ખવડાવી, સાફસુફ કરવાની ધમાલ મચાવી વધુ દઢ બનાવવા માગે છે ! ' ધિક્કાર છે તારી અજ્ઞાનદશાને! જરા ચેત ! સમજણપૂર્વક વિચાર કર !!
| ઉપજાતિ બંધ वेद्वान्सीदमवितु परलोकदुःख
भीत्या ततो न करुषे किस पुण्यमेव ।