________________
કે ૩૭૬ : સમ્યક ચારિત્ર વિભાગ મુક્તિના
કેવલી સ્વયં ગોચરી જાય તે અશુદ્ધ લાવે નહિ, પરંતુ અમાયાવી છદ્મસ્થ-શિષ્યોએ ઉપયોગ પૂર્વક શ્રતને અનુસારે શુદ્ધ જાણીને લાવેલી ગોચરી ને કેવલીઓ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તે પણ વાપરે જે ન વાપરે તે શાસ્ત્રો અપ્રમાણુ થાય, અને વ્યવહાર નષ્ટ થાય.
(૬૨) સંયમી સાધુ ઉત્સર્ગ માર્ગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવશ્યક–અનુષ્ઠાનમાં શિથિલતા આવે તે અપવાદ માર્ગે અનિચ્છાએ દવા કરાવે.
(ઉત્ત.) (૬૩) કોઈપણ કાર્યમાં આવીશ કે નહિ આવું, આવીશ કે નહિ આવું, જઈશ કે નહિં જાઉં, વિ. કાર પૂર્વક (નિશ્ચયવાણી ) બોલવું નહિ
કારણ કે આયુષ્યનો ભરોસે નથી, ક્ષણે ક્ષણે વિચારે બદલ્યા કરે છે. અને કાર્યો પણ ઘણા વિદ્ધવાળો છે, માટે સાધુઓએ “વર્તમાન યોગ (જે સમય) એમ બેલી વ્યવહાર ચલાવે.
(૬) ગૃહસ્થને આવે ! જાઓ ! બેસે ! એમ કહેવાય નહિં. પક્ષીને ઉડાડાય નહિં. જાનવરને કઢાય નહિં. . .)
(૬૫) દેશાટન, વ્યાપાર, ઉદ્દઘાટન આદિ સંસારી બાબતે માટે સાધુઓએ મુહૂર્ત જોવા નહિ.
(૬૬) ગુરુપૂજન વર્તમાનકા કેઈએ પણ કરાવવું ઉચિત નથી.