________________
: ૩૮૦ :
સમ્યકૂચારિત્ર-વિભાગ
મુક્તિના
૯ વિગઈઓને અનગઢ-અમર્યાદિત ઉપયોગ તથા રસોડું ટોળી-ભોજનશાળા-આદિને આહાર સંયમ ટકાવવા માટે ખૂબ જ ખતરનાક છે અને આયંબિલ ખાતાનું પાણી સંયમને દૂષિત કરે છે.
૧૦ વ્યાખ્યાન સિવાય સ્રાધ્વીઓ કે શ્રાવિકા ઉપાશ્રયમાં સદંતર ન આવે તે આજે સાધુઓ માટે ચારિત્ર-શુદ્ધિ અંગે ખાસ જરૂરી છે.
૧૧ બહારગામથી વંદનાર્થે આવેલ શ્રાવકો સાથે વાત કરવા અન્ય સાધુને પડખે રાખી વ્યાખ્યાન પછીના એક કલાકમાં મળવું.
૧૨ ગ્રહણ શિક્ષા-આસેવનશિક્ષા અને સામાચારીનું પાલન આ ત્રણ બાબતો આજને સાધુ-જીવનમાં ખૂબ જ અત્યંત અગત્યની જરૂરી છે.
૧૩ યોગ્ય સંયમી જીવનના ઘડતર વિના વૈરાગ્ય વૃતિને ટકાવવા-વધારવાના પ્રયત્ન વિના દેવાતી દીક્ષા શાસનની દષ્ટિએ સ્વ–પર અહિતકારી નિવડે એ અનુભવીઓને નિચોડ છે.
૧૪ રહેણી-કરણી–સોબત-દ -ઉપકરણે પ્રદૂષક તત્ત આદિથી મેરઝેરી વાતાવરણ ફેલાઈ રહ્યું છે જેમાં વિશિષ્ટ વય સંપન્ન વ્યક્તિને પણ બ્રહ્મચર્ય નભાવવું મુશ્કેલ થઈ રહ્યું છે તેમાં નાના બાળકોના બ્રહ્મચર્યની સુરક્ષા ખૂબ જ ભયપૂર્ણ છે.