________________
હિતશિક્ષાઓ તેથી અગીતાર્થને તો મનમાં જ વધુ લાભ નિદેશ્યો છે.
૦ ચાલુ ધારણ પ્રમાણે કામ કરવામાં કંઈપણ અડચણ હોય તો પૂછીને ફેરફાર કરો- પણ પોતાની મેળે ફેરફાર ન કરો કે કામ પડતું મુકવું નહિ.
2 ચાલુ અભ્યાસ સિવાય બીજું કંઈપણ વાંચતાં પહેલાં બતાવીને સંમતિ મળે તે જ વાંચવું.
૦ પિતાની ઉપધિ-પુસ્તક વગેરે ચીજ સંયમના ઉપકરણ તરીકેના બહુમાન સાથે વ્યવસ્થિત રાખવી, તેમ ન કરવાથી સંયમના ઉપકરણોની અવલેહના કરવારૂપ આશાતના લાગે.
૦ શ્રમણ-સૂત્રમાં “ઘોળ” નામની કૃતની આશાતના જણાવી છે. માટે તે તે સૂત્ર મનમાં બોલવાં કે ગોખવા અગર મન-મરજી પ્રમાણેની શૈલીથી બેલવા તે શ્રુતજ્ઞાનની આશાતના રૂપ છે માટે મુહપત્તી રાખી બહુ ઉચ્ચ સ્વરે નહિ પણ સ્પષ્ટ ઉરચાર અને તે તે મર્યાદા પૂર્વક બેલવા જરૂરી છે.
દેનિક આલોયણું નેંધવામાં પ્રમાદ ન કરવો. ૦ સંયમને પિષક વૈરાગ્ય–ભાવનાને સમર્થક થોડું પણ વાંચન વડિલને પૂછીને તેઓ જણાવે તે પ્રમાણે જરૂર કરવું.
૦ ગોચરીના કર દે વગેરે જરૂરી સંયમ સાધક મહત્વની બાબતે વિગતવાર રોજ જાગૃતિ કાયમ રહે તે તે સમજી લેવી જરૂરી છે તેમાં બેદરકારી ન રાખવી.