________________
@@@@
ઉપસંહાર
.
આ પ્રમાણે પરમપવિત્ર સર્વોત્તમ શ્રમણ-સંસ્થામાં રહેલ અદ્વિતીય ગૌરવને ઓળખાવનારા સનાતન તત્ત્વોના પરિચય કરાવવારૂપે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકુચારિત્રરૂપ ત્રણ વિભાગોની નાનાવિધ સામગ્રી આચારમને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથમાંથી યથામતિ યથાશક્તિ સંગહીને પૂજય સાધુ-સાધ્વીજીઓની સેવામાં સાદર ઉપસ્થિત કરી છે.
આમા વર્ણવાયેલ તમામ સામગ્રી વ્યક્તિગત દરેકને લાભ કરનારી ન હોય, છતાં ચિચિવ્યના કારણે સમષ્ટિગત લાભની સંભાવનાએ શાસ્ત્રોમાથી સંગ્રહેલી આ બધી માહિતી અને ચીજોનો યથાયોગ્ય સહુ મુમુક્ષુ લાભ ઉઠાવે એ શુભાભિલાષા છે.
આ સંગ્રહમાં યથામતિ શકય ઉપયોગની જાગૃતિ રાખીને વસ્તુતત્વનું નિવચન કર્યું છે, છતાં તેમાં ક્યાંય શાસમર્યાદા વિરુદ્ધ કંઈ વર્ણવાયું હોય, તે બદલ ત્રિવિધ મિથ્યાદુષ્કૃત દઉં છું. અને આમાં સૂચવેલ લોકોત્તર હિતકર માગી પર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ચાલવાનું બલ મને પ્રાપ્ત થાઓ. એ અંતિમ શુભેચ્છા છે.
મ મરતુ શ્રીશ્રીંઘાય