________________
N
કે ૩૪૬ : સમ્યકે-ચારિત્ર વિભાગ મુક્તિના
નવરા બેસી રહેવું નહીં, પરંતુ ભણવું, અર્થ વિચારવા, વાંચવું. સ્વાધ્યાય કરે, જાપ જપ, ધ્યાન કરવું. અગર સેવા-ભક્તિ કરવી.
* જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન ઓછું હશે તે ચાલશે, શરીરની શક્તિના અભાવે તપશ્ચર્યા ઓછી કરશો તે પણ ચાલશે, બેઠા બેઠા કિયા કરશે તે પણ ચાલશે, પરંતુ “વ્યવહાર–શુદ્ધિ” પહેલી જોઈશે. કારણ કે એક વખત પણ ફકત વ્યવહાર બગાડયો તે પણ લોકો સદાયને માટે શંકાની દષ્ટિએ જોશે-આંગળી કરશે, અને દેવ-ગુરુ-ધર્મની નિન્દા કરી પાપના ભાગી બનશે, તેમાં નિમિત્ત આપણે બની શું
છે. પ્રથમ વ્યવહાર બગડે પછી મન બગડે, પછી કાયા બગડે, પરંતુ વ્યવહાર બગડતે અટકાવીને વ્યવહાર-શુદ્ધિ રાખવામાં આવે તો મન બગડે નહિ, તથા મન બગડયું હોય તે પણ બગડતું અટકી જાય, અને કાયાથી તે સચોટ બચી જવાય.
કે વ્યાખ્યાન ચાલતું હોય તે બનતા સુધી વ્યાખ્યાન વખતે જ વહન કરવા સાધ્વી ભગવંતોએ જવું. વ્યાખ્યાન ન હોય તે પણ ૯ થી ૧૦ માં પુરુષોની હાજરીમાં જવું. એકલા સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં કે એકલા શ્રાવકે પૂ૦ સાધ્વીજીના ઉપાશ્રયમાં જવું નહીં.
જ સાધુઓએ રસ્તામાં બહેને અને સાધ્વીઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ પણ આપવું નહીં. સાવીએાએ રસ્તામાં પુરુષો અને સાધુઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચખાણ આપવું કે લેવું નહીં.