________________
પી હિત-શિક્ષા શતક 8 ૩૩૯ ૫
તેમજ વષદ આદિના ટાઈમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતી નથી, માટે બરાબર નીતારવાને ઉપયોગ રાખો.
. (૭૭) હવે કુંડી મુકવાની જગ્યા પણ પથ્થરવાળી હોય તે ત્યાં ઈટ મુકી અથવા રેતીને ઢગલે કરી તેના ઉપર કુંડી મુકવી, નહિ તો કીનારી ન સુકાવાથી તેમજ પથ્થર ઉપર માત્રાને છોટે પડ્યો રહેવાથી જીવની ઉત્પત્તિ થાય.
કુંડી નીચે વસ ન મુકવું, કારણ કે –વસ્ત્રની નીચે છે પેસી જાય અને કુંડી મુકતા મરી પણ જાય.
(૭૮) પગલુછણીયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિ. તેમજ ચટ્ટાઈને પણ ઉપયોગ કરાય નહિં.
| (૭૯) ખાંસી, છીંક, બગાસું આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાયા અને ત્રસકાય આદિ જાની વિરાધના થતી અટકી જાય.
(૮૦) ચકલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણું અકથ્ય બનવાનો સંભવ છે, માટે ઠંડુ કરવામાં આવતાં પાણી ઉપર વસ ઢાંકવું