________________
પથ હિલ-શિક્ષા શતક ૩૦ .
(૬૬) જ્ઞાનપૂજા કરવાના રિવાજના બદલે ગુરુપૂજા કરાવવાથી જ્ઞાનની પૂજા કરવાનો નિષેધ જેવું થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૬૭) સાધુ-સાધ્વીએ પિતાની પાસે રહેલ બામ, આવાની જુની દશી વિ. કોઈપણ વસ્તુ ગૃહસ્થને આપવાનો વ્યવહાર રાખ નહિ.
કેમકે ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય, તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દેષના ભાગી બને.
(૬૮) દેરાસરમાં ભમતી હોય તે ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી ચૈત્યવંદન કરવું. ચિત્યવંદન કરતાં વચ્ચે કોઇને પચ્ચકખાણ આપવું નહિ અને પિતે પણ ચિત્યવંદન કરતાં વચ્ચે પચ્ચકખાણ લેવું નહિ.
(૬૯) કોઈ આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિચૈત્યવંદન કરવું જોઈએ. પરંતુ આપણે હતુતિ–ચિત્યવંદન કરતાં હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તે આપણે કંઈપણ બેલવું નહિં અને મનથી જરા પણ દુર્ભાવ ન થવા દે અને આડ પડે તે વખતે આંખ બંધ કરી હદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચિત્યવંદનમાં લીન જ બની રહેવું, પણ ધ્યાન તેડવું નહિ,