________________
ર-ઉપધિ-પ્રમાણુ સંયમની આરાધના કરનાર મુમુક્ષુ-આત્માને છે કાયના જીની હિંસાથી સર્વથા અટકવારૂપના મહાવ્રતને ટકાવવા ઉપયોગી જયણાના પાલન સિવાય જરૂરી–પ્રવૃત્તિઓમાં થતા કર્મબંધનથી અલિપ્ત ન રહી શકાય માટે દરેક પ્રવૃત્તિમાં જયણ-બુદ્ધિના યથાર્થ રક્ષણ માટે તે તે ઉપકરણે જ્ઞાનીભગવતેએ શાસ્ત્રીય મર્યાદા મુજબ રાખવા જરૂરી જણાવ્યાં છે.
તે ઉપકરણ સંબંધી શાસ્ત્રીય આજ્ઞા ધ્યાનમાં રાખવાથી શરીર-સંહનાનાદિ કે પરિસ્થિતિની વિષમતાઓ આચરણની અ-વ્યવસ્થા થવા છતાં પરિણામમાં (સકતા) સાપેક્ષતા જળવાઈ રહે છે, અને સાપેક્ષ-બુદ્ધિએ કરાતી આચરણમાં શાસ્ત્રજ્ઞાના બહુમાનની વ્યવસ્થિત જાળવણી રહેતી હોવાથી કર્મબંધનનું તારતમ્ય ઘણું રહેવા પામે છે, માટે અહીં ઉપકરણ સંબંધી ટૂંકે ખ્યાલ આપવામાં આવે છે.
ઉપકરણ–એટલે સંયમની આરાધનામાં ઉપકાર (મદદ) કરનાર થાય તે.
ઉપકરણના શાસ્ત્રમાં ઔધિક અને ઔપગ્રહિક બે ભેદ બતાવ્યા છે.
તેમાં ઓઘિક-ઉપકરણના ચૌદ ભેદ નીચે મુજબ છે.
૩-કપડાબે સૂતરાઉ અને એક ઉનને એટલે કાંબલ, કાંબલને કપડા અને પહેરવાને કપડો. એમ ત્રણ કપડા.
૧–રજોહરણ (કર્મરૂપી ભાવરજ અને ધૂળ વગેરે દ્રવ્યરજની પ્રમાર્જનાનું સાધન.)