________________
પથ સાધુ જીવનની રૂપરેખા ! ૧૦૧ :
અતિશય જ્ઞાનીઓના વિરહયાં શાસ-વચન એજ આ હારને પરમ માર્ગ છે.
શાસનું વાંચન પંક્તિઓ લગાવવા પુરતું ન રહેવું જોઈએ. પણ જીવનમાં વણી લેવું જોઈએ.
રોજ ૫૦૦ લોકપ્રમાણ જરૂર વાંચવું. ૫ કેટલા બ્લોક કંઠસ્થ કર્યા ?
શાસના શ્લોક યા ગાથા કે ગઇ કંઠાઝ રાખવાથી વૈરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, આ મહિને પણ એક ગાથા થાય તે પણ ગોખવાનું જારી રાખવું.
રાજ ૧ કલાક તે દેખવું. ખwભદ્રસૂરિ રાજ ૭૦૦ શ્લોક ગોખતા હતા. ૬ કેટલો વખત સત્સંગ કર્યો ?
સત્સંગને પ્રભાવ અચિંત્ય છે, જ્ઞાની, વાની, ત્યાગી ક ચોગી એવા ગુણીજનનો સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેનો લાભ થોડા જ આત્માઓ લઈ શકે છે. સત્સંગના એક ક્ષણ પાપી-આત્માને ઉદ્ધારનારો થાય છે. તેમની સેવા, વચન, ઉપદેશ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સાંગો સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમનાં પુસ્તકોનું વાંચન-મનન પણ લાભદાયી છે.
૭ કેટલો વખત સદુપદેશ સાંભળ્યો?
સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક-પ્રગતિમાં અસાધારણ કારણું છે.
હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુપદેશ છે.