________________
૭૦૨ અધ્યાત્રિ વિભાગ મુક્તિના
આજે ઉપદેશ-શ્રવણનો રસ ઉડી જાય છે. તે વાજબી નથી.
સદુપદેશમાં અનેક ગ્રન્થનું દહન મળે છે જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનું જ્ઞાન મળે છે.
૮ કેટલો વખત મૌન રહ્યા?
નિરર્થક વાતો કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિને દુર્થ થાય છે.
મૌન રહેવાથી વિચારનું બળ વધે છે. તેમજ બોલ-બેલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ બોલનારથી અસત્ય કે સાથે પણ બોલાઈ જવાય છે.
મોન એ સત્યવ્રતના પાલનમાં અને કષાયના નિગ્રહમાં ઘણું જ મદદ કરે છે.
રોજ ઓછામાં ઓછું એક કલાક મૌન રહેવું જ જોઈએ.
મૌન કરતી વખતે ઉચ્ચ વિચારે, જાપ, ધ્યાન કે સ્વાધ્યાય કરો.
૯ કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યો?
માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની -જેમ નહિ કરવું, પણ આત્મ-નિસ્તારનું કારણ સમજી કરવું જોઈએ.
૧૦ પચ્ચકખાણ શું કર્યું?
તપ એ નિજરનું પરમ અંગ છે. સ-ક્ત સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયને ટાઈમ બહુ મળે છે. આત્માને સ્વભાવ અણહારી છે, એ વાતનું સ્મરણ એકાસણુ સિવાય સાનુબંધ ન ટકે