________________
સમ્યક્યારિત્ર વિભાગ મુક્તિના સાધનામાં પ્રગતિ કરી? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ ? ” આદિ.
૬૮ ગુરુમહારાજની ઈચ્છાને અનુકુલ રહેવું તે સંયમનું પ્રધાન કર્તવ્ય છે.
૬૯ ગુરુમહારાજની કોઈપણ આજ્ઞાને આત્મહિતકર માની હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કર.
૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદીપણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી.
૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કહ્યાગ્રહ ન રાખતાં પૂ૦ ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો.
૭૨ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને વપરાશ, શરીરની શોભા–ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે.
૭૩ જે સંસારનો દુખથી અને પાપથી ભરેલા જાણી ત્યાગ કર્યો, હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ના કુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે.
૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું.
૭૫ સંયમમાં દુઃખ ઓછું સુખ વધારે–સંસારમાં સુખ એાછું દુઃખ વધારઆ એક નક્કર હકીકત છે! ભલે ! બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે-“સંયમમાં દુખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે,