________________
i ૮
સપ્ટક ચારિત્ર-વિભાગ
રિલબા
AAAAAAAAAAAAAAAAAA
૪૯ વિચારમાં ઉદાતા, સ્વાર્થરહિતપણું અને પરાર્થક વૃતિ કેળવવાથી સંયમની આસવના આત્માને ઉજજવલ તર બનાવવામાં વધુ ચોકકસ રીતે ફલાવતી થાય છે.
૫૦ “હ જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું' આ જાતની જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારે કે મુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય.
૫૧ સાધુને ચિંતા હોય તો એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય? અને તે માટે જરૂરી સંયમની પાલના માટે ગુરુ ચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પર દીનતા સાધુનું મેટામાં મેટુ દુષણ છે. - ૫૩ મોટા બેરિસ્ટર કે વકીલે ગિની-સોનામહેરાના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે. તે તેના કરતાં પણ સંયમી જીવનનો એકેક ક્ષણ અમૂલ્ય છે તેથી નિપ્રયજન વાત કે અનુયેગી પ્રવૃત્તિ એમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. ' ૫૪ જે સાધુ ઈન્દ્રિયોના વિકારોને પોષવામાં કપડાં– શરીરની ટાપટીપ કે માનપાનમાં કુળાઈ જાય છે તેનું જીવન અગામી જ બને છે.
૫૫ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઉઠવું ન જોઈએ. નિષ્પાજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી
નથી.