________________
એ વિશિષ્ટ મર્યાદાઓ : ૩૧૧ :
૩૧ સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું–પણ ચાર વાગ્યે ઉઠી તે જવું, અને ચાર લેગને કાઉ-કરી ચિત્યવંદન અને ભરખેસરની સઝાય સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ર કરવા.
૩ર સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેલ સાધુને શોભે નહિ.
૩૩ સંયમના ઉપકરણે, ભણવાના પુસ્તકો આદિ સાચવીતે વ્યવસ્થિત રાખવો જોઈએ.
૩૪ સારાં કપડાં કે સારૂં વાપરવાનું મળે તે વિચાર પણ ન આવવા દે, સંયમપયોગી શુદ્ધ યથા–સમયે જેવા મળે તેવા વસ આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી.
૩૫ વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે-ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવે જોઈએ.
૩૬ આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂ૫ છે. વિગઈ. વાળો આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતો પરિગ સાધુએ ન કરવું જોઈએ
૩૭ સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તકો વગેરેનું સવાર-સાંજ જ્યણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કોઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિં,