________________
: ૩૧૨ સમ્યક્ઝારિત્ર વિભાગ મુક્તિના
૩૮ સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જયાં ત્યાં પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના–આરાધના તેમજ અયતના અધિકરણને દોષ લાગે છે.
૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહ માત્ત રાખી “મથએણ વામિ' કહેવું.
૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર-ખલાસીસમા ગુરૂમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી.
૪૧ સારું-સારૂં વાપરવાથી કે સારી ચીજોને ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે.
કર પાંચ તિથિએ ચિત્યપરિપાટી જરૂર કરવી.
૪૩ પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કર.
૪૪ સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવ.
૪૫ બ્રહ્મચર્ય સંયમનો પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે, માટે બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું.
૪૬ સાધુએ બેલવામાં કદી પણ “જ” કારને પ્રગ તે કરે.