________________
સંયમની સાધનારૂપ – પગદંડીઓ –
૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણી છે, તે વિના કદી પણ આત્મ-કલ્યાણના પંથે પ્રયાણ શકય નથી જ!
૨ ગુરુના ચરણોમાં આત્મ-સમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે.
૩ ગુરુ–મહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવું જોઈએકે મને ભવસમુદ્રમાં પડતા કે બચાવ્યા ? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરૂણા વરસાવી રહ્યા છે.
૪ ગુરુમહારાજ કાંઈપણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠેર–સ્વરે તનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિતઅર્થે છે. મારા બાવરાગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય–તીવ્ર કે કડવા ઔષધોના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે !!! આ જાતની શલ ચિંતના વિવેકબળે ટકાવવી જરૂરી છે.
૫ પૂજય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બેલાય આ માટે પરત ધ્યાન રાખવું.