________________
* ૨૭૪ સમ્યફ ચારિત્ર-વિભાગ સુરતના ~~~~ ~ ~~~~~~~
સમય-વ્યવસ્થા જાણવા માટે ઉપર બતાવેલ શાસ્ત્રીય કોષ્ટકનો વ્યવસ્થિત ઉપયોગ કરવાથી સંયમની મર્યાદાને ભંગ અને મેહનીય–કમની વિચિત્ર પરિણતિની વિષમતાને ઉપજાવનારા ઘડીયાળ અને તેવા અદ્યતન સાધનોના ઉપયોગના અસદાચારમાંથી બચવાનો લાભ મળે છે.
જો કે ઉપરના શાસ્ત્રીય-મર્યાદાનુસારી કોષ્ટકના ઉપયોગમાં ચોમાસાના દિવસોમાં સૂર્યના તાપના અભાવે છાયા ન પામી શકવાથી કંઈ મુશ્કેલી પડે તેમ છે. પણ તે તે સંયમના ખપી મુમુક્ષુ-આત્માને તેટલી બાધાકર નથી નિવડતી.
કારણ કે રોજના ચાલુ અભ્યાસથી વગર–છાયાએ પણ યોગ્ય–સમયનું સાચું અનુમાન થઈ શકે છે.
વર્તમાન-યુગના સાધનોના વિષમ ઉપયોગથી આપણી તેવી કલ્પના-શક્તિની યથથતામાં હાર આવ્યું છે, પણ શાસ્ત્રાનુસારી- જીવનના માર્ગ પર ચાલવા ઈચ્છનારને પુનઃ થોડાક અભ્યાસથી તે શક્તિ પ્રાપ્ત થઈ શકે છે.
તવજ્ઞાન
એટલે? અઘાતી-કર્મ કરતાં ઘાતીકમથી ડરતા રહેવું તે તત્ત્વજ્ઞાનને સાર છે.