________________
(૪) સં. ૧૯૭૩ માહ સુદ ૨ સોમવારે ભ, શ્રી વિજયક્ષમાસુરીશ્વરકૃત મર્યાદાપટ્ટકમાંથી
૧ નિત્યપ્રતિ એકાસણું કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણ.
૨ બીજા સાધુને સજઝાય કીધા વિના સ્પંડિલ ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હેઈ તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું.
૩ પાટે ગીતાર્થ બેસે.
૪ કેટલાક ગીતાર્થો નગરપડેલીયા – દેશપંડલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ–પરાવર્તન કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશપાવ કરવા.
૫ સ્થાન-સ્થિરવાસની આરા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી.
૬ ગીતાર્થની સેવા અથે એક શિષ્ય પાસે રહે. ૭ સાધુ સમસ્ત સંધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું
ઉપર મુજબના ચારે પદુકામાંથી તારવી કાઢેલા ઉપયોગી મર્યાદાસ વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની રમણતાવાળું બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ.