________________
છે
અશુચિ-સ્થાનમાં ઉપજનારા
સંમૂર્ણિમ–જીવો
સાધુ અને સાધ્વીને જયણા-પ્રધાન રીતે સંયમ–૫થે ચાલવા માટે ગૃહસ્થ કરતાં વધુ સાવધાની અને સાપેક્ષ ઉપયોગશીલ પ્રવૃત્તિઓ કરવાની શિક્ષા (આસેવન શિક્ષા) ગુરુનિશ્રાએ સંયમ– પાલન કરવા માટે મહત્તવનું અંગ છે.
તેથી વાપરવામાં, શરીરસંબંધી અનેકવિધ બાધાઓને નિવારવામાં, કપડાં ધોવામાં અને તે ઝાડો-પેશાબ વગેરે લૌકિક -કાર્યોમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી સંયમીઓનું મુખ્ય કર્તવ્ય છે. અન્યથા આપણું જરા અનુપગ કે બેદરકારીથી અસંખ્ય સંમૂઈિમ-પંચેન્દ્રિય જીવોની અનર્થક હિંસાના ભાગીદાર થવું પડે છે. તે માટે નીચેના ચૌદ-સ્થાની જાણકારી મેળવી તે તે પ્રવૃત્તિઓમાં અનુપયોગથી થતી હિંસા-અસંયમ–આદિથી બચવા માટે પ્રયત્ન કરી જરૂરી છે, અને ગુરુ-નિશ્રાએ વાગ્ય-જયનું પાલન કરવું હિતાવહ છે.