________________
૫ ૨૩૮
મુષ્ટિ-જ્ઞાનના પદાર્થો
મુક્તિના
એટલે ભાવપડિલેહણથી આત્મશુદ્ધિનું તત્વ વધુ હસ્તગત થાય તે તે માટે ભાવપડિલેહણ માટે અંતનિરીક્ષણમાં જરૂરી તના સારાંશ રૂપ ૫૦ બેલ દ્વારા અંતરંગ શુદ્ધિ બળ મેળવવા ગત પ્રકરણમાં બતાવેલ રીતે બેલે બેલવા અને પ્રમાર્જના કરવા માટે ખૂબ પ્રયતનશીલ થવું.
પણ આ ઉપરાંત પડિલેહણની ક્રિયામાં અસાવધાની પ્રમાદ અને નિરપેક્ષતાથી કેટલાક દેશે અજાણે પણ થવા સંભવ છે.
તેના પરિહાર માટે નીચેની મર્યાદા વ્યવસ્થિત પણે સમજી અમલમાં મુકવે જરૂરી છે.
પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીર ઊર્વ-ટટાર રાખવું એટલે કે ઉભડક-ઊભા પગે બેસી (ચંદનનું વિલેપન કર્યા બાદ કરાતી ક્રિયામાં પરસ્પર શરીરના અવયવો અડી ન જવાનો ઉપયોગ રખાય છે તેમ) શરીર કે વસ્ત્ર પરસ્પર અવયથી સંઘદિત ન થાય તેનું ધ્યાન રાખવું,
પ્રથમ તે વસ્ત્રને મજબુતપણે પકડી ત્રણ ભાગ (આદિ-મધ્ય-અંત) બુદ્ધિથી કલ્પી દષ્ટિ–પડિલેહણ કરવું, ત્યારબાદ વસ્ત્રને ફેરવી બીજી બાજુ દષ્ટિપડિલેહણ કરી પકેડવા-ખંખેરવાની ક્રિયા કરવી, ત્રીજી વાર વસ્ત્રથી હાથ પર પ્રમાર્જના કરતા બેલે બેલવા.