________________
પશે
વિહારની–સામાવારી
૨૫૫ ૪
પૃથ્વીકાયની વિરાધના ન થવા પામે માટે પગની પ્રમાજના કરવી જોઈએ, તે પણ ગૃહસ્થના દેખતાં ન કરવી, ગૃહસ્થ જેતે હેય કે સાથે હોય તો ખબર ન પડે તેમ ધીમે ધીમે પાછા હઠી ખબર ન પડે તેમ પગ પુંજવાનો ઉપયોગ શાખ, અગર તે તેવા પ્રસંગે રજોહરણથી ન પુંજતાં બીજા કેઈ વસથી ગૃહસ્થનું ધ્યાન ન પડે તેમ પ્રમાઈ જયણાપૂર્વક સંયમની મર્યાદા સાચવવી.
રસ્તો પૂછવાની વિધિ–
વિહાર-પ્રસંગે સાધુએ પ્રથમથી દરેક જાતની માહિતી મેળવી લેવી જોઈએ, છતાં કદાચ તેવા કેઈ પ્રસંગે બે રસ્તા આવે, ત્યારે માર્ગની માહિતી બરાબર ધ્યાનમાં ન હોય તે બીજા કેઈને પૂછવું, તે કઈ રીતે પૂછવું? તેની શાસ્ત્રીય મયાદો આ પ્રમાણે છે –
જેને રસ્તો પૂછવું હોય તે ત્રણ જાતના હોય. પુરુષ, સ્ત્રી અને નપુંસક વળી તે એકેકના સ્થવિર, મધ્યમ અને તરણ, એમ ત્રણ ભેદ થતા હોવાથી નવ ભેદ થાય. વળી તે નવ યાધર્મિક (જેનધામ) અને અન્ય-ધાર્મિક (જનેતર) એમ બે જાતના હોઈ રસ્તાની માહિતી જેને પૂછી શકાય પૂછવા લાયકના તેના અઢાર ભેદે થાય છે.
રસ્તે પૂછવામાં પણ એકલા માણસને પૂછવું નહિં, બે જણને જ પૂછવું. બે જણાએ કહેલી વસ્તુ પણ