________________
૨૨૪ : સમ્યક-ચારિત્ર વિભાગ મુક્તિના
આવી ઉત્તમ કિયા કરતાં મહાપુરુષેની મર્યાદાને ધ્યાનમાં શાખી પૂર્ણ સ્વસ્થ-ચિત્ત આત્મિક-પરિણતિને જ્ઞાની–ભગવતના વનોમાં ગોઠવી દેવી જોઈએ.
જેમ મંત્રસાધના કરનાર એકાગ્રચિત્તે પિતાનું કાર્ય કરવા તત્પર બને છે. તેનાથી પણ વધુ તૈયારી આવશ્યકક્રિયાઓમાં ચિત્તને સ્થિર કરવા મુમુક્ષુની હોવી ઘટે.
આ ઉપરથી ટૂંકામાં સમજવાનું એટલું જ કે – આવશ્યક-કિયા કરતાં પૂર્ણ સ્વસ્થ–ચિત્ત, વચન-કાયા ઉપર પૂર્ણ-સંયમ અને આંતરિક ભક્તિપૂર્ણ બહુમાન કેળવવાથી આરાધના સુંદર સ્વરૂપે ઝળકી ઉઠે છે.
૨. ખમાસમણની ૧૭ પ્રમાજના પ્રથમ “છામિ નિતીચિ' સુધી બે હાથ જોડી બાલવું,
ત્યારબાદ જમણા હાથે રહરણ(ઘા)ને વચ્ચેથી પકડી પાછળના ભાગે જમણે પગ આખે (કમરથી નીચે પાની સુધી) જમણા-ડાબા પગ વચ્ચેનો ભાગ. અને ડાબે પગ આખો (કમરથી નીચે પાની સુધી) એમ ત્રણ સ્થાનની પ્રમાર્જના કરવી.
આ જ મુજબ આગળના ભાગે આ જ ત્રણ ભાગની પ્રમાજના કરવી.