________________
: ૧૫૨ :
મુષ્ટિ--જ્ઞાનરૂપ પદાથો
મુક્તિના
૧૩. વધ-પરિષહ—સાધુ પર કોઇ પ્રહાર કરવા આવે તા પણ તેના ઉપર દ્વેષ-વેર ન રાખતાં મારા પૂર્વીકૃત-કમ'ના વિપાક છે,' એમ સમજી સમતાભાવે સહન કરવું તે.
૧૪. યાચના-પરિષહુ— સ યમને
-
કાઈપણ
ઉપયાગી વસ્તુની–જરૂર હોય તેા ગૃહસ્થની પાસે યાચના માંગણી કરતાં શરમ ન આણુવી તે.
૧૫. અલાભ-પરિષહુ—માંગવા છતાં ગૃહસ્થ ન આપે તા પણ મનમાં શાક કે ગૃહસ્થ ઉપર રાષ ન કરવા તે.
૧૬. રાગ-પરિષહ રાગ આવે તા રાવુ નહિ, તેમજ હાયવાય ન કરતાં સમતા-ભાવે અશાતા.કમના વિપાક સમજી સહન કરવું તે.
૧૭. તૃણુ-સ્પર્શ પરિષહ–સ'થારા માટે લાવેલા તૃણાદિની અણી શરીરને લાગે તા પણુ દુઃખ ન ધરતાં સમ્યગ્ સહન કરવું તે.
૧૮. મલ-પરિષહ—શરીર ઉપર મેલ ચઢવા જોઇ ખેદ ન કરવા, તેમજ તેને ઘસીને કે ધાઈને કાઢવે પશુ નહિ, પણ તે મલ સાધુ-જીવનના અલંકાર સમજી સમ્યક્ સહન કરવું તે.
૧૯. સત્કાર-પરિષહ—સાધુને કોઇ સત્કાર-સન્માન કરે તા ફુલાઈ ન જવુ* અને સત્કાર ન થાય તે ખેદ ન કરવા તે.