________________
૧૫૬ : મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના
ઉપરોક્ત છ પ્રકારના તપને બાહ્યતપ કહેવાય છે. પ્રશ્ન :- આ છ ને બાહ્યતમ કેમ કહેવાય છે? ઉત્તર -૧. બાહા એવા દેહને તપાવતે હેવાથી. ૨. બાહ્ય જૈનતરમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હેવાથી. ૩. અન્ય-ધર્મવાળાઓએ પણ સ્વ–કલ્પનાથી સેવેલ
હેવાથી. ૭. પ્રાયશ્ચિત્ત-તપઃ- મૂળગુણ(પાંચ મહાવ્રત, અણુવ્રત)
ઉત્તરગુણ(પિંડવિશુદ્ધિ, શિક્ષાત્રતે વગેરે)માં લાગેલા અતિચાર-દેને ગીતાર્થ–ગુરુ મહારાજ આગળ સરળ– હૃદયે પ્રગટ કરી જે પ્રાયશ્ચિત્ત આપે ગુરુ મ.
તે કરવું તે. ૮. વિનય-તપઃ–આચાર્ય, ઉપાધ્યાય, રત્નાધિક, જ્ઞાની
તપસ્વી વગેરેને વિનય કરવો તે. દા. ત. ૧. તે આવે ત્યારે ઉભા થવું.
૨. બેસવા આસન પાથરવું. ૩. બહારથી આવતા હોય તે સામેલેવા જવું. ૪. બહાર જતા હોય તો સાથે જવું. ૫. તેમની સામે જેમ તેમ બેસવું નહિ.
૬. તેમની ઈચ્છા મુજબ વર્તવું. આ વિનય-તપથી આઠે પ્રકારના કર્મને ક્ષય થાય છે. વિજપૂછો છો” ધર્મનું મૂળ પણ વિનય છે.