________________
પN
અનુષ્ઠાનના પાંચ પ્રકાર
: ૧૮૯ :
૪ સંયમની આત્મ–હિતસાધક પ્રવૃત્તિમાં કંટાળો ન લાવ, ઉત્સાહ કાયમ રાખવો.
૫ અપૂર્વ આત્મકલ્યાણને માધી લેવાની પરમ શહા તથા ભાવ-વૈરાગ્યને ઉપજાવનારી પરમોચ્ચ-ભાવનાઓના માર્ગમાં સદા દઢપણે સ્થિત રહેવું.
૬ પૌગલિક–પદાર્થોને આ ભવમાં કે પરભવમાં ધર્મારાધનાના ફલસ્વરૂપે મેળવવાની આશંસા ન કરવી.
૭ સંયમારાધનાને અનુકૂલ પહોંચતા બલ-વીર્ય– પુરુષકાર-પરાક્રમને ગોપવવાં નહિં.
૮ સંયમની સાધનામાં કર્મવશ આવી પડતા દુખેથી ગ્લાનિ-દીનભાવ ન લાવે.
૯ શરીર પરની મૂચ્છ-મમતા-આસક્તિને સર્વથા ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેવું.
૧૦ સંસારના કોઈ પણ પ્રલોભનોથી ન લોભાતાં મુક્તિના ધ્યેયમાં અખંડપણે ચોક્કસ રહેવું.
૧૧ ગમે તેટલા પરીષહ-ઉપસર્ગો આવી પડે તો પણ ચિત્તનું સમતલપણું (સમતા) ગુમાવ્યા વિના સાધનામાં એકાગ્રપણે આગેકૂચ કરવી. તે ઉપરની હિતશિક્ષાના આધારે યથાશકય જીવનનું ઘડતર કરવા મથનાર સંયમની વિશુદ્ધ આરાધના કરી શકે છે.