________________
કે ૧૭૦ :
મુષ્ટિ–ાનરૂપ પદાર્થો
મુક્તિના
- ૪, ક્રિયામાં-અ-પ્રમાદ શુભ-અનુષ્ઠાનની યથાર્થતાહિતાવહતા ભાસ્યા પછી તેમાં યથાશય પ્રવર્તાવા માટે પ્રમાદાદિથી પીછેહઠ ન કરવી, અગર ચાલુ-ક્રિયામાં ઉપયોગશૂન્ય ન થવું. એકાગ્રતા-તન્મયતા કેળવવી.
૫. શક્ય-અનુષ્ઠાન-પ્રારંભ–કેદખાનામાંથી છટકી જવા મથતા કેદીની મદશા કરતાં વધુ ઉત્સુકતા-લાગણપૂર્વક યથાશક્ય શુભાનુકાના આસેવનામાં સંયમ-શરીરાદિની અનુકૂલતાપૂર્વક વધુ પ્રવૃત્તિ.
૬. ગુણાનુરાગ– ગુણવાન મહાપુરુષો ગુણોની હાર્દિક પ્રતિપત્તિપૂર્વકની અનુમોદના સાથે પોતાનાં તેવા ગુણ પ્રગટ થવાની તમન્ના અને તેના માટે યથાયોગ્ય ઉચિત પ્રવૃત્તિ, તેમજ પોતાના અવગુણેનું યથાર્થ ભાનપૂર્વક દૂર કરવા ઉત્કટ માનસિક મથામણ
૭, ગુરુ-આજ્ઞાની પૂર્ણ આરાધના–વિષમ-અરયમાં ભૂલા પડેલ મુસાફરની ભોમિયા પરની શ્રદ્ધા કરતાં પણ વધુ ભાવયુક્ત સમ્ય-શ્રદ્ધાપૂર્વક આત્મકલ્યાણના માર્ગના એકેક અંગની યથાર્થ આરાધના સદ્દગુરુદેવના ચરણમાં નિષ્કામ, આત્મસમર્પણભાવપૂર્વક કરવી.
ઉપર મુજબના મુક્તિમાર્ગના યથાર્થ આવનમાં જરૂરી યેગ્યતા મેળવવા ઉપયોગી સાત બાબતે દરેક વિવેકી મુમુક્ષ આત્માએ પહેલી તકે પ્રાપ્ત કરી સંયમાદિની આરાધનાનું યથાર્થ ફલ હસ્તગત કરી લેવું ઘટે.