________________
ક ૧૪૮
મુષ્ટિ જ્ઞાનરૂપ પાણે
મુક્તિના
૮. સવાર–ભાવના – હે જીવ! તને આ ભયંકર સંસાર
કારાગારમાંથી છોડાવનાર સમ્યકત્વ, વિરાતિધર્મ, કષાયને નિગ્રહ અને સમિતિ-ગુપ્તિનું નિર્મળ પાલન, આ ચાર સંવર–ધમ છે. તે તારા આત્માનું કલ્યાણ કરનારા પરમ-મિત્રો છે. માટે અવસર પામી તારા
જીવનમાં તેને ખૂબ આદર કર! ૯. નિજ રા ભાવના – હે જીવ! સકામ નિજા કરવાને
અનુપમ અવસર પામ્યું છે, તે તું સુખ–શીલતાને ત્યાગ કરી બાર પ્રકારના ત૫માં ઉદ્યમશીલ બન! જેથી તારા બધા કર્મો બળીને ભસ્મીભૂત બની જાય
અને તું શુદ્ધ સુવર્ણની જેમ નિર્મળ બની જાય ! ૧૦. લોક-સ્વરૂપ-ભાવના –હે જીવ! તુ ચૌદ રાજ
લોકના સ્વરૂપને વિચાર કર ! તેમાં આવેલા અનંત છો અને પુદગલોને વિચાર કર ! તેમના સંસ્થાન, આયુષ્ય, સ્થિતિ વગેરેનો વિચાર કર ! જેથી તારું
ચપળ મન સ્થિર બને ! ૧૧, બોધિ-દલભ-ભાવના – હે જીવ! આ જગતમાં
મેટું રાજ્ય મળવું, સુંદર સ્ત્રીઓ મળવી, બંગલા મળવા, ખૂબ ધન મળવું, માન-સન્માન મળવા વગેરે ખૂબ સહેલું છે. ભૂતકાળમાં આપણા જીવને તે વસ્તુઓ તે અનંતીવાર મલી ને ચાલી ગઈ પણ એક માત્ર જૈન ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે!