________________
| મુર્ણિ-જ્ઞાનરૂપ પછીથી ૧૪૭ માં ૪. એકવ-ભાવના :- હે જીવ! તું એકલો જ છે
અમે એકલો મરવાને છે. એટલે કર્મ કરે છે, એટલે જ ભગવે છે. તારૂ આ જગતમાં કઈ સાચું સગું નથી, છતાં શા સારૂ મારૂં મારૂં કરી કલેશ પામે છે? અન્ય-વભાવના –હે જીવ! તું આ દેહથી, તારા મા-બાપથી, ધનથી, બગલાએથી તદ્દન જુદે છે. તારે અને એને કોઈ સંબંધ નથી ! તારૂં એનાથી કાંઈ હિત નથી, છતાં તે તેને તારાં શા માટે માને છે? તને તે પરલોકમાં શું કામ લાગવાના છે?
તેનો વિચાર કર ! ૬. અશુચિ-ભાવના -હે જીવ! તુ જે શરીર ઉપર મોહ
કરી રહ્યો છે, રાત દિ' તુ જેની ચિંતા કરે છે, તે શરીર શામાંથી ઉત્પન્ન થયું છે? તેની અંદર કેવા ગંદા પદાર્થો ભરેલા છે? તેની અંદર કેટલા રોગોને વાસ છે? અને તે કેટલો વખત ટકવાનું છે? આ બધાનો તું બરાબર સ્થિરપણે વિચાર કરીશ તે તને
તે શરીર ઉપર વૈરાગ્ય થયા વગર નહિ રહે! ૭. આશ્રય-ભાવના – હે જીવ ! મિથ્યાત્વ, અવિરતિ
કષાય અને દુયોગ આ ચાર આશ્ર તારા સંસારનું મૂળ છે. તેથી તુ અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે. માટે તેને દૂર કરવા પુરુષાર્થ કર !