________________
| ઉ૦ કલ્યાણકારી હિતશિક્ષા મુક્તિના
સ્વાર્થ, કીર્તિ, લાલસા કે કોઈ જાતની આશંસાનું લક્ષ્ય રાખવું નહિ.
૬. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિને આપેક્ષિક-અહયાસ કરી આત્માના અકર્તુત્વ અને સાક્ષિભાવરૂપ સ્વભાવને જાગૃત રાખવા અહર્નિશ પ્રયત્ન કરે.
૭. પરિમિત, મધુર, સ્વ-પર-હિતકર અને સમચિત બેલવાને અભ્યાસ રાખ. ( ૮. આધ્યાત્મિક માર્ગ ખાંડાની ધારની જે વિષમ છે, માટે તેમાં ગ્ય સદ્દગુરુની નિશ્રાની ખાસ જરૂર છે. ભૂલેચૂકે પણ ગ્ય-નિશ્રાને અવગણવાની ધૃષ્ટતા કરવી નહિ.
૯. દરેક કામમાં ધૈર્ય અને ગાંભીયની સીમા જાળવી રાખવી.
૧૦. સારા કામને શરૂ કર્યા પછી એક દિવસ પણ તેને બંધ ન રાખવું, મંદ-ઉત્સાહે પણ ચાલુ રાખવું
૧૧. જીવન શૈડું છે, મૃત્યુ અણધાર્યું કયારે અને કેવા સંજોગમાં આવી ઝડપશે ? તે નિશ્ચિત નથી, માટે ર્યોગ્ય આરાધનાની તૈયારી માટે જરા પણ પ્રમાદશીલ ન રહેવું
૧૨. આધ્યાત્મિક-જીવનની પ્રગતિ અને વિશુદ્ધિ માટે હંમેશા સારા કે ખોટા દરેક કાર્યોની નેધ જેવી એક રોજનિશી રાખવી. તેમાં મનની પવિત્રતા જાળવી સારા કે બેટા વર્તન, ઉચ્ચાર કે આચારની સાચી ને રાખી વિવેક દથિી સમાલોચના કરવી.