________________
: ૧૩૬ મુષ્ટિજ્ઞાનરૂપ પદાથે મુક્તિના
આ અઢારહજાર ભેદેની સમજુતી આ પ્રમાણે –
દશ પ્રકારના શ્રમણ-ધર્મને દશ પ્રકારના પૃથ્વીકાયાદિથી ગુણતાં ૧૦x૧૦=૧૦૦.
ફરી તેને પાંચ ઈદ્રિય સાથે ગુણતાં ૧૦૦૪૫=૫૦૦ ફરી તેને ચાર સંજ્ઞાથી ગુણતાં ૫૦૦૮૪=૧૦૦૦ ફરી તેને મન-વચન-કાયાથી ગુણતાં ૨૦૦૦/૩=૬૦૦૦ ફરી તેને કરણ કરાવણ-અનુમોદનથી ગુણતાં
૬૦૦૦૪૩=૧૮૦૦૦ ' એટલે ક્ષમાધર્મનું સેવન કરવા પૂર્વક આહાર સંજ્ઞા અને પદ્રિયને સંયમ રાખી, મનથી પૃથ્વીકાયની હિંસા-વિરાધના કરવી નહિ, આ એક ભેદ થયો. આ પ્રમાણે અઢારહજાર ભેદ સમજવા.
આ ભેદે કેવલ વિગત જણાવવાપૂર્વક સૂક્ષ્મ પણ અનુપયોગથી વિરતિધર્મની વિરાધના ન થવા પામે તેના ઉપયોગની જાગૃતિ રાખવા જણાવેલ છે, પણ આ ઉપરથી કોઈ એમ ન સમજે કે “અઢાર હજારમાંથી જેટલા પાળશું તેટલા લાભકારી, કારણ કે અઢાર-હજાર ભેદમાં વિરતિ ભાવ જ પ્રધાન છે, એક પણ ભેદની વિરાધનાના પરિણામથી વિરતિનું ખંડન થવાથી તમામ ભેદ વિરાધ્યા ગણાય છે, માટે અહર્નિશ ઉપાગવત રહી તમામ ભેદેના યથાસ્થિત પાલન માટે યોગ્ય વિરતિભાવના પરિણામને ટકાવી રાખવા પ્રયત્નશીલ થવું ઘટે.
* પૃથ્વીકાયાદિ દશ-૧ પૃથ્વી, ૨ અપૂ, ૩ તેઉ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૭ તેદ્રિય ૮ ચઉરિદ્રિય, ૯ પંચેતિય, ૧૦ અજીવ,