________________
૧૮ નવ-બ્રહ્મચર્ય–ગુપ્તિ
એટલે (બ્રહ્મચર્યરૂપી નગરનું રક્ષણ કરનાર નવ કિલા)
૧. સ્ત્રી, પશુ, નપુસક કે હલકા (પાપી) લેકો જ્યાં રહેતા હોય તેવી વસ્તીમાં (ઉપાશ્રયમાં) ન રહેવું.
૨. સ્ત્રી સાથે વાતચીત કરવી નહિ કે એની સાથે હસવું નહિં.
૩. સ્ત્રી જે જગ્યા ઉપર બેઠી હોય તે જગ્યા ઉપર ૪૮ મિનિટ સુધી બેસવું નહિ.
૪. સ્ત્રીને કે એનાં અંગોપાગને જાણ જેવા નહિં.
૫. સ્ત્રી-પુરુષની (પતિની) પ્રેમની વાતો ભીંતના એઠે રહી સાંભળવી નહિં.
૬. સંસારીપણામાં સ્ત્રી જોડે કરેલા મહના ચાળા યાદ કરવા નહિ.
૭. દૂધ, દહીં, ઘી વગેરે વિગઈએ વિકારને કરનારી હોવાથી તે બહુ વાપરવી (ખાવી) નહિ. (પ્રણીત ધીથી નીતરતા વધુ રસવાળા આહારને ત્યાગ કરવો તે)
૮. અતિ આહાર કરવો નહિ. અકરાંતીયા થઈ વાપરવું નહિ ( ખેરાક પણ અતિ વાપરવાથી વિકારનું કારણ બને છે.)
૯. શરીરની શોભા–ટાપટીપ કરવી નહિ,