________________
પણ
કલ્યાણકારી હિતશિક્ષા
: છે ?
૨૭. વાસનાઓની તૃપ્તિ બળતણના સમૂહથી કે ઘાસલેટના છટકાવથી આગ બુઝાવવાની જેમ સાવ અશક્ય-દુર્ઘટ છે, ઉલટું પરિણામે અનેકાનેક દુઃખની વૃદ્ધિજ થાય છે, માટે સદા સંતેષી રહેવું
૨૮. વિચારો ઉપર ધીરે ધીરે એ કાબૂ મેળ કે તમારી પિતાની ઈચ્છા કે પ્રેરણા વિના સંક૯૫ જ પેદા ન થાય આ અવસ્થાએ પહોંચતાં સુધી આટલી તો સાવચેતી અવશ્ય રાખવી કે જેથી કઈ દુવિચાર તે પેદા ન જ થાય, આ માટે સદા જાગરૂક-સાવધ રહેવું.
૨૯ કોઈ અપમાન કરે, ટેણું મારે કે અપશબ્દો સંભળાવે તો તેથી ઉત્તેજિત ન બનવું પણ વિચારવું કે-આ બધી શબ્દલીલા છે, મિથ્યાજ્ઞાનને વિલાસ છે. - ૩૦. ઈન્દ્રિયો અને ચિત્તવૃત્તિને કાર્યશૂન્ય ન થવા દેવી, કેઈપણ શુભ પ્રવૃત્તિમાં રોકી રાખવી, છેવટે શ્રી નવકારમહામંત્રના સ્મરણને અભ્યાસ વધુપડતે રાખી કાર્યશૂન્ય દશામાં તેનું રટણ ચાલુ રાખવું.
૩૧. સ્પર્શ, દષ્ટિ, આચાર અને વિચાર–આ ચાર વિકાર-વાસનાના ઉત્પત્તિસ્થાને છે, માટે તે ચારેને સંયમિત રાખી શુભમાં પ્રવર્તાવવા ઉદ્યમી થવું હિતકર માની તેના માટે સતત સાવધ રહેવું.
૩૨. “બોલે ઓછું કરે વધારે ના સૂત્રને જીવનમાં વણી નાંખવા તેલી-માપીને બેલવાને ઉપયોગ રાખો, આવી રીતે બેલેલા વચનને પ્રાણુતે પણ નભાવવા માટે કટિબદ્ધ બન્યા રહેવું.