Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
५३
મનુષ્યમાત્રનો કે છદ્મસ્થમાત્રનો સ્વભાવ છે, તો તે ભૂલનો પ્રતિકાર પણ છદ્મસ્થમાત્રને અનિવાર્ય છે.
ભૂલરૂપી વિષનો પ્રતિકાર અમૃતથી જ થઈ શકે. વિષને પણ વિધિપૂર્વક મારીને અમૃત બનાવી શકાય છે. ભૂલરૂપી વિષને મારવાનો વિધિ શો ? અને એને મારવાથી ઉત્પન્ન થતું અમૃત કયું ? એ બન્નેય વાતનો ઉત્તર આપણને પ્રતિક્રમણ શબ્દમાં મળી આવે છે. પ્રતિક્રમણક્રિયા ભૂલરૂપી વિષને વધતું અટકાવે છે, તેમજ તેને મારીને શુભભાવરૂપી અમૃતને ઉત્પન્ન કરે છે અને તે દ્વારા કર્મરોગનો મૂળમાંથી ઉચ્છેદ કરી જીવને અજરામર બનાવે છે. જો એ ક્રિયાનો અમલ કરવામાં ન આવે તો એ વિષ મરવાને બદલે વધતું જાય છે અને એ વધેલું વિષ ભૂલ કરતી વખતના દોષ અને તેના વિપાક કરતાં શત-સહસ્ર-કોટિગણું અધિક દોષ અને વિપાક આપનારું થાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે
ભૂલ થવાને કાળે જે દોષ લાગે છે તે દોષ-તે ભૂલને કબૂલ કરવામાં ન આવે (તે ભૂલથી પાછા ફરવામાં ન આવે), તો પરિણામે અનંતગુણા દારુણ વિપાકને આપનાર થાય છે.*
તેટલા માટે ભૂલ થવાની સાથે તેનો સ્વીકાર કરી લેવો અને તેનાથી પાછા ફરી જવું એ ધર્મીમાત્રની ફરજ થઈ પડે છે.
અનાર્ય સંસ્કૃતિ પણ સુધરેલા મનુષ્યો કે ઉત્તમ સદ્ગૃહસ્થો (સીવીલાઇઝ્ડ મેન) તરીકે ગણાવાનો અધિકાર તેને જ આપે છે કે જેઓ પોતાની ભૂલ થતાંની સાથે જ ‘વેરી સોરી.’ ‘એક્સકયુઝ મી’ ‘પરડોન પ્લીઝ’—દિલગીર છું, ક્ષમા કરો, મહેરબાની કરીને માફી આપો...એ શબ્દો કહીને ભૂલથી પાછા ફરે છે. આર્યસંસ્કૃતિને પામેલા અને જીવનમાં ધર્મને સર્વસ્વ માનનારા ભૂલથી પાછા ફરવારૂપ પોતાના આ ધર્મને ન બજાવે, એ બને જ કેમ ? તેમાંયે જૈનદર્શન તો પોતાના અનુયાયીઓને
* તથા વ્રુતિપ્રતિપત્તિન્નિત્તિ ।
स्खलितकाले दोषात् अनन्तगुणत्वेन दारुणपरिणामत्वात्तदप्रतिपत्तेः ।
Jain Education International
For Private & Personal Use Only
धर्मबिन्दु अ. ५, सूत्र २१
www.jainelibrary.org