Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચિત્તનિરોધરૂપ ધ્યાનની દીર્ઘકાલ પર્યત અભ્યાસ કરવા છતાં આજે કોઈની પણ સાચી મુક્તિ થઈ દેખાતી નથી. તેવી જ રીતે જ્ઞાયકભાવ અને દ્રવ્યદષ્ટિની વાતો અને તેનું આલંબન લેવા છતાં અને એ કેવળજ્ઞાન અને મોક્ષનું સાધન છે. એમ કહેવા છતાં મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદમાંથી એક પણ દોષ વાસ્તવિક રીતે હક્યો હોવાનું જોવા મળતું નથી. એ વસ્તુ એમ સાબિત કરે છે કે—કેવળ ચિત્તનિરોધરૂપ ધ્યાન મુક્તિનું સાધન બની શકતું નથી. પણ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને હઠાવનાર મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપાર, એ જ ક્રમે ક્રમે પ્રાપ્ત દોષોને દૂર કરી, અંતે એક અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન અને મોક્ષને અપાવે તેવા અપ્રમત્તાદિ ગુણસ્થાનોની પ્રાપ્તિ કરાવે છે. આ કાળમાં અને આ ક્ષેત્રમાં ધૃતિ, સંઘયણ આદિના અભાવે જો કેવળજ્ઞાન અને મુક્તિ નથી જ, અને તેના કારણરૂપ અપ્રમત્ત ઉપરનાં ગુણસ્થાનકોની હયાતી પણ નથી જ, તો પોતાની ભૂમિકાને ઉચિત એવી આરાધનામાં જ મગ્ન રહેવું-મક્કમ રહેવું અને તેનાથી ચલિત ન થવું, એ જ ખરો મુક્તિનો માર્ગ છે. ભગવાન મહાવીરના શાસનમાં સપ્રતિક્રમણધર્મ
- છમસ્થને પ્રમત્ત અવસ્થાથી ઉપરની અવસ્થા જ્ઞાનીઓએ અંતર્મુહૂર્તથી અધિક કાળ ટકે તેવી કોઈ નથી, અને તેથી પ્રમત્ત અવસ્થાને ઉચિત એવી ધર્મધ્યાનપોષક ક્રિયાઓ એ ધર્મનો પ્રાણ છે, એમ ઉપદેશ્ય છે. વળી ભગવાન મહાવીરના શાસનમાં ઉત્પન્ન થયેલા જીવોનો સ્વભાવ પણ જ્ઞાનીઓએ વક્ર અને જડ જોયો છે, અને તેવો કહ્યો છે. શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-પ્રથમ તીર્થપતિના શાસનના સાધુઓ ઋજુ-જડ, બાવીસ જિનેશ્વરોના શાસનના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ, અને ચરમ તીર્થપતિના શાસનના સાધુઓ વક્ર અને જડ છે. સાધુઓના આ જુદા જુદા સ્વભાવોનું પૃથક્કરણ પણ પ્રતિક્રમણધર્મની ઉપયોગિતા સમજાવે છે. જયાં જડતા છે, ત્યાં ભૂલોનો અવશ્ય સંભવ છે. જ્યાં ભૂલોનો સંભવ છે, ત્યાં ભૂલના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. પહેલા અને છેલ્લા તીર્થપતિના શાસનના સાધુઓ જડતામાં સમાન હોવાથી તેમને માટે સપ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો છે. વચલા જિનપતિના શાસનના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેમને ભૂલ થવાનો સંભવ ઘણો ઓછો છે, તેથી તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org