Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નિશ્ચય ધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંત વખાણ્યો. ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણો, કારજ-કારણ એક પ્રમાણો.
સવાસો ગાથાનું સ્તવન. ઢાળ ૧૦મી. ગાથા ૨-૩ ચિત્તનિરોધરૂપ કે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ ધ્યાન એ જ નિશ્ચયધર્મ છે અને તે જ એક કર્મક્ષય અને મોક્ષનું સાધન છે. એવો એકાંતવાદ ધારણ કરનારને પૂ. ઉપાધ્યાયજી મહારાજ ઉત્તર આપે છે કે-મોક્ષનું અનંતર સાધન જે નિશ્ચયધર્મ તે તો શૈલેશીને અંતે કહ્યો છે અને તે ધર્મ પુણ્ય-પાપઉભયનો ક્ષય કરી મોક્ષસુખને આપે છે. તેનાં સાધનરૂપ જે જે ધર્મો પોતપોતાના ગુણસ્થાનકને ઉચિત છે, તે પણ નિશ્ચયધર્મના કારણરૂપ હોવાથી ધર્મ છે. કાર્ય અને કા૨ણ વચ્ચે કચિત્ એકતા હોવાથી બન્નેય પ્રમાણરૂપ છે. કાર્યની ઉત્પત્તિ તેના કારણથી થાય છે; તેથી નિશ્ચયધર્મકાર્યની ઉત્પત્તિમાં કારણરૂપ વ્યવહારધર્મ છે, કે જે પ્રશસ્ત પ્રવૃત્તિસ્વરૂપ છે, તેને પણ ધર્મ તરીકે માનો. શુભ વ્યાપારથી દ્રવ્યઆશ્રવ થાય છે, તો પણ તેથી નિજપરિણતિરૂપ ધર્મને બાધ પહોંચતો નથી. જ્યાં સુધી યોગક્રિયાનો સંપૂર્ણ નિરોધ થયો નથી, ત્યાં સુધી જીવ યોગારંભી છે. એ દશામાં મલિન આરંભનો ત્યાગ કરાવનાર અને શુભ આરંભમાં જોડનાર તથા આલસ્યદોષ અને તજજનિત સર્વ્યવહારના વિરોધને ઉપજાવનાર મિથ્યા ભ્રમ તેને ટાળનાર પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન જ છે, અને એ પરમ ધર્મરૂપ છે, અનન્ય આધારરૂપ છે.
શ્રી જિનમતમાં ક્રિયાને છોડીને બીજું ધ્યાન નથી, એમ જે કહેવાય છે, તેનું આ રહસ્ય છે. ધ્યાન વિના કર્મનો ક્ષય નથી, એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે—પ્રમત્ત અવસ્થા ટળી નથી, ત્યાં સુધી ઉપયોગયુક્ત ક્રિયાને છોડીને બીજું ધ્યાન પણ નથી. શ્રીજિનમતમાં વિહિત આવશ્યક આદિ ક્રિયાઓને છોડીને જેઓ ચિત્તનિરોધમાત્રસ્વરૂપ ધ્યાનનું અવલંબન લે છે, તેઓનું ધ્યાન અને તેઓનો પ્રશમ અંતર્નિલીન (ગુપ્ત) વિષમજ્વરની જેમ ધ્યાન સિવાયના કાળે મિથ્યાત્વરૂપી પ્રકોપને પામ્યા સિવાય રહેતો નથી. જીવન્મુક્તિ અને વિદેહમુક્તિની વાતો અને તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org