Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જ્યાં સુધી જીવ પ્રમાદયુક્ત છે ત્યાં સુધી તેને નિરાલંબન ધ્યાન ટકી શકતું નથી, એમ જિનેશ્વર ભગવંતો કહે છે. * [નિરાલંબન ધ્યાન એટલે ક્રિયાદિના આલંબન વિનાનું ધ્યાન.]
પ્રમાદદોષ ટળ્યા વગરનો મુનિ આવશ્યક ક્રિયાને તજી કેવળ નિશ્ચલ ધ્યાનનો આશ્રય લે, તો તે જૈન-આગમ જાણતો જ નથી, અને મિથ્યાત્વથી મોહિત છે. * [નિશ્ચલ ધ્યાન એટલે ધ્યાન સિવાયની બીજી બધી ક્રિયાઓનો ત્યાગ.]
તે કારણે જયાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનોને યોગ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયાઓ વડે પ્રાપ્ત દોષોનું નિકૃત્તન-દ્રીકરણ કરવું જોઈએ.' પ્રમત્તને ક્રિયા એ જ ધ્યાન
શ્રીજિનમતમાં-ધ્યાન શબ્દના જુદા જુદા ત્રણ અર્થો કરવામાં આવ્યા છે. ચૈ જિતાયામ્ ! એ વ્યુત્પત્તિથી એકાગ્ર ચિત્તવૃત્તિનો નિરોધ એ પણ ધ્યાન છે. તથા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યોગોનો સુદઢ ઉત્કૃષ્ટ પ્રયત્ન અને તેનો પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન છે. તે માટે શ્રીવિશેષાવશ્યકમહાભાષ્યમાં ફરમાવ્યું છે કે
કેવળ ચિત્તનિરોધ માત્ર એ જ ધ્યાન નથી પણ યોગોનો સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન એવા મન-વચન-કાયાના યોગોનો નિરોધ એ પણ ધ્યાન જ છે.
★ यावत्प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति ।
धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ॥ + प्रमाद्यावश्यकत्यागान्निश्चलं ध्यानमाश्रयेत् ।
થોડસૌ નૈવાનું નૈન, વેત્તિ મિથ્યાત્વદિત: II (T. 2. જાથા-ર૧-૩૦) १. तस्मादावश्यकैः कुर्यात्, प्राप्तदोषनिकृन्तनम् ।।
यावन्नाप्नोति सद्ध्यानमप्रमत्तगुणाश्रितम् ॥ (गु. क्र. गाथा-३९) २. सुदढप्पयत्तवावारणं, णिरोहो व विज्जमाणाणं ।
झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥३०७१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org