Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
४६
છે. ગુણસ્થાનકોની અપેક્ષાએ તેઓ પ્રથમ ગુણસ્થાનથી સહેજ પણ આગળ વધ્યા નથી.
ભાવના એ જુદી વસ્તુ છે અને વસ્તુસ્થિતિ એ અલગ વાત છે. વસ્તુસ્થિતિની દષ્ટિએ સંસારી આત્મા એ કેવળ ચૈતન્ય એટલે ભાવનાનું પૂતળું નથી કે કેવળ જડકર્મ એટલે પુગલની રચના નથી. કિંતુ જડકર્મ અને ચૈતન્યભાવનું સંમિશ્રણ છે. એ સંમિશ્રણ પણ કેવળ સંયોગસંબંધરૂપ નથી, પણ કથંચિત તાદાભ્ય (અભેદ) સંબંધરૂપ છે. એ સંબંધને જણાવવા માટે શાસ્ત્રોએ ક્ષીરનીર અને લોહાગ્નિન્યાય આગળ ધર્યો છે. ક્ષીર અને નીર તથા લોહ અને અગ્નિ પરસ્પર અલગ હોવા છતાં જેમ એકબીજા સાથે પરસ્પર અનુવિદ્ધ થઈને મળી જાય છે, તેમ જીવ અને કર્મ પણ પરસ્પર અનુવિદ્ધ થઈને મળેલાં છે. એ મેળાપ જ્યાં સુધી અલગ ન થાય ત્યાં સુધી બન્નેય પરસ્પરની અસરથી મુક્ત થઈ શકતાં નથી. જીવ ઉપર કર્મની અસર છે અને કર્મ ઉપર જીવની અસર છે. જીવની અસરથી પ્રભાવિત થઈને કર્મના પુદ્ગલમાં જીવને સુખ-દુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને કર્મની અસર તળે આવીને જીવ વિવિધ પ્રકારનાં સુખ-દુઃખ, અજ્ઞાન અને મોહના વિપાકો અનુભવે છે. આ વસ્તુસ્થિતિ જેઓ જાણતા નથી અથવા વિપરીત રીતિએ જાણે છે, તેઓ એકલી ભાવનાના બળથી કે કેવલ એકલી ક્રિયાના બળથી મુક્તિ મેળવવાનો અર્થશૂન્ય પ્રયાસ કરે છે.
અધ્યાત્મ કે મોક્ષના નામે વિવિધ પ્રકારના મતોની ઉત્પત્તિ પણ આ વસ્તુસ્થિતિના અજ્ઞાનનું જ ફળ છે. કેટલાક કર્મને વાસનારૂપ માને છે, કેટલાક અવિદ્યારૂપ માને છે, અને કેટલાક તેને કેવળ ભ્રમરૂપ માને છે. તેથી તેનું નિવારણ કરવાના ઉપાય પણ તેવા જ પ્રકારના કહ્યું છે અને કેવળ માનસિક ઉપાયોથી જ તેનો ક્ષય માને છે. પણ કર્મ કેવળ વાસના કે માનસિક ભ્રમણારૂપ જ નથી; પરંતુ એ ભ્રમણા પણ જેમાંથી જન્મે છે, તેવા પૌદૂગલિક પદાર્થ અને એની અસરરૂપ છે. તેથી તેનો ક્ષય કેવળ માનસિક વિચારણા, કે કેવળ માનસિક ક્રિયાઓથી થતો નથી. પણ જે જે દ્વારોથી તે પૌદ્ગલિક કર્મો આવે છે, તે તે દ્વારો બંધ કરી, આવતાં નવાં ક રોકી દેવાં અને પ્રથમનાં કર્મોનો ક્ષય કરવા માટેનો ઉદ્યમ પણ આવશ્યક છે. એ ઉદ્યમ જ્ઞાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org