________________
.
.
પૂજાસંગ્રહ સાથે તિહાં પંચવરણું કુસુમવાસિત ભૂમિકા સંબિત્ત, વર અગર કુદરૂ ધૂપધૂપણ છાંટા કુંકુમ દિત્ત; શિર મુગટ મંડલ કાને કુંડલ હઈયે નવસર હાર, ઈમ સયલ ભૂષણ ભૂષિતાંબર જગતજન પરિવાર, ૨ જિન જન્મકલ્યાણક મહાઇવે ચોદભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખિયા સકલ મંગલ હેત; દુ:ખ દુરિત ઇતિ શમિત સઘળા જિનરાજ જન્મ પ્રતાપ,
તિણે હેતે શાંતિકુમાર કવિઓ નામ ઈતિ આલાપ. ૩ દેથી પૂજેલ જોઈને રાજા મનમાં ઘણાં હરખે છે. તે વખતે સધવા સ્ત્રીઓ શ્રેષ્ઠ ધવલમંગલનાં ગીત ગાય છે, રાસ રમે છે અને લેકને ઘણું દાન અને સન્માનાદિ આપીને રાજાએ સુખી કર્યા અને સર્વની આશા પૂર્ણ થઈ. ૧
તે સ્થાને પાંચ વર્ણના પુષ્પની વૃષ્ટિપૂર્વક ભૂમિ પણ લિંપી શું પીને શ્રેષ્ઠ અગર કુદરૂ આદિ ધૂપના મઘમઘતાં ધૂપધાણાં, કંકુના છાંટણું પણ કર્યા છે. રાજા પણ સ્વમસ્તકે મુકુટ, કાને કુંડલ, છાતીયે નવસેરે હાર વગેરે પહેરે છે અને તેમને સર્વ પરિવાર પણ સર્વ અભૂષણેથી ભૂષિત થઈને મહોત્સવ ઉજવે છે. ૨ - શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ કલ્યાણકના મહોત્સવ પ્રસંગે ભગવાનના પ્રતાપે ચૌદેય રાજકમાં અજવાળાં થયાં. નારકી અને સ્થાવર વગેરે સર્વ જીવોએ પણ ક્ષણવાર સુખને અનુભવ કર્યો અને સર્વત્ર આનંદ-મંગલ વર્તાવા લાગ્યા, સર્વત્ર દુઃખ, પાપવ્યાપારે, મારી–મરકી વગેરે ઉપદ્ર પણ શમી ગયા તે કારણે તેમનું શાંતિકુમાર એવું નામ સ્થાપન કર્યું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org