________________
ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૬૧
જ્ઞાનથી શ્વાસોચ્છવાસમાં, કઠિન કમ ક્ષય જાય; ફળવંચકતા તસ ટળે, જેગાવંચક થાય. ૨ અરિહા પણ તપ કરતા, એકાકી રહી રાણ; અણહું તા સુરકેડી, સેવે પૂરણ નાણ. ૩ જ્ઞાનદશા વિણ ત૫ જપ, કિરિઆ કરત અનેક; ફળ નવિ પામે રાંક તે, રણમાં રે એક ૪ તેલી બલદ પરે કષ્ટ કરે, જઉ વિણ શ્રુત લહેર; નિશદિન નયણ મીંચાણે, ફરતે ઘેરને ઘેર, ૫
જ્ઞાનથી એક શ્વાસેવાસમાં કઠિન કર્મો પણ ક્ષય પામે છે. તે પ્રાણીની ફળવચકતા નાશ પામે છે અર્થાત્ યેગ્ય ફળપ્રાપ્તિ થાય છે. અને ગાવંચકપણું પણ પ્રાપ્ત કરે છે એટલે પરમાર્થ સાધક યુગ પ્રાપ્ત થાય છે. ૨
અરિહતે કે જેઓ તેજ ભવમાં મુક્તિ પામવાના છે, તેઓ પણ પૂર્વસંચિત કર્મોને નાશ કરવા અરણ્ય વગેરેમાં રહી તપ કરે છે. અને તપથી પૂર્ણ જ્ઞાન પામે છે. જ્યારે તેઓ પૂર્ણજ્ઞાન પામે છે ત્યારે સતતપણે કરોડો દેવતા તેમની સેવામાં રહે છે. ૩
જ્ઞાનદશા વિના તપ–જપ–ક્રિયા કરતા અનેક લે કે રણમાં જઈને રોનારા રાંકની માફક તથાપ્રકારના ફળને પામી શકતા નથી. ૪
જેમ ઘાંચીને બળદ આંખ મીંચીને રાત-દિવસ ફર્યા કરે છે, છતાં ઘેર ઘેર જ રહે છે, તેમ આ પ્રાણી શ્રુતજ્ઞાનની લહેર વિના આગળ વધી શકતું નથી. પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org